વાળ ….અમૂલ્ય ઘરેણું.- બીના પટેલ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

રેશમી અને ભરાવદાર વાળ સ્ત્રીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે ….પણ જયારે એ વાળને ગ્રહણ લાગે છે ત્યારે જ એનું મહત્વ સમજાય છે .વાળને પૂરતું પોષણ ના મળે કે વાળમાં ખોડો થાય ત્યારે વાળ ઉતરવાની પ્રક્રિયા ઝડપી બની જાય છે .વાળનો ગ્રોથ ઘટવા લાગે ત્યારે વ્યક્તિ ચિંતાતુર બની જાય છે .આવા સમયે આપણે શરીરની અંદરથી અને બહારથી અલગ -અલગ ઉપચારો કરવાં જોઈયે .જેથી વાળનો ગ્રોથ વધી શકે .

વાળનો મુખ્ય ખોરાક પ્રોટીન છે…તેથી ખોરાકમાં કઠોળ અને અલગ અલગ દાળોનો અવશ્ય સમાવેશ કરવો જોઈયે .રોજિંદા ખોરાકમાં ટોપરું , બદામ અને તલનો ઉપયોગ વધુ કરવો જોઈએ .સીઝનલ ફ્રુટ્સ અને લીલા શાકભાજી પણ ખુબ જરૂરી છે .બહુ તીખા અને ગરમ પદાર્થો ખોરાકમાં લેવાનું ટાળવું જોઈએ .

આ સિવાય વાળને મજબૂત બનાવવાં માટે બાહ્ય ઉપચાર જરૂરી છે .વાળમાં વીકમાં બે વાર જરૂર તેલ નાખવું જોઈએ .બજારમાં ઘણી જાતના તેલ મળે છે પણ ….

ઘેર બનાવેલ તેલ વધારે પોષણકર્તા સાબિત થયેલું છે .તેલને સહેજ હુંફાળું કરીને હળવાં હાથે દરેક પાંથીએ મસાજ કરતાં વાળને પૂરતું પોષણ મળે છે .એક એવા તેલ અંગેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે .

200 ગ્રામ કોપરેલ લેવું તેમાં 5આંબળા નો રસ , 2 ડુંગળીનો રસ , મીઠાં લીમડાના પાન નો રસ 30 ગ્રામ .10 ગ્રામ જેટલો આદુનો રસ મિક્સ કરવો .ત્યારબાદ આ તેલને ધીમી ગેસની ફ્લેમ પર 30 મિનિટ્સ પર ગરમ કરવું .તેલને સતત હલાવવું જરૂરી છે .તેલને ઠંડુ થવાં દેવું . આ તેલને કાચની બોટલમાં ભરી દેવું .આ તેલને 1મહિનાથી વધુ સમય ના રાખવું . દર મહિને આ રીતે નવું તેલ બનાવવું .

આ તેલનો માત્ર 3મહિના પ્રયોગ કરવાથી વાળ ખરવાના સદંતર બંધ થઇ જાય છે , અને વાળ વધવાની પ્રક્રિયા ઝડપી થઇ જાય છે .આ પ્રયોગ નિયમિત કરવાથી વાળ રેશમી અને ચમકદાર બને છે

વાળની સ્વછતા પણ એટલી જ જરૂરી છે . વીકમાં બે વાર હર્બલ શેમ્પુ થી વાળ જરૂર ધોવા જોઈએ . વાળ ધોવા અરીઠા નો ઉપયોગ કરી શકાય .

વાળમાં વારંવાર હેરકલર વાપરવાથી વાળ નિસ્તેજ થઇ જાય છે , તેથી હેરકલરનો અને હાઈલાઈટર ના ઉપયોગના અતિરેક થી બચવું જોઈએ .

વાળ સ્ત્રી કે પુરુષનું એક એવું ઘરેણું છે ….જે કુદરતે આપેલી અમૂલ્ય ચીજોથી ચમકી શકે છે .તેથી દરેક વ્યક્તિ જેટલું વહેલું સમજે એટલું સારું .

-બીના પટેલ

TejGujarati