લાંબા સમય પછી નર્મદા માં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી!

ગુજરાત સમાચાર

દીકરાને મળવા મહારાષ્ટ્રથી લાછરસ ગામના પિતાનો કોરોના પોઝીટીવ કેસ.

નવા વેરીએન્ટ ઓમીક્રોનની સેવાતી ભીતિ સેમ્પલ ગાંધીનગર મોકલાયો

રાજપીપલા, તા 5

લગભગ સાત મહિનાના લાંબા સમય પછી નર્મદા જિલ્લામાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.!દીકરાને મળવા મહારાષ્ટ્રથી લાછરસ ગામના પિતાનો કોરોના પોઝીટીવ કેસ આવતા તેને રાજપીપલા કોવિદ હોસ્પિટલમા સારવાર હેઠળ દાખલ કરાયા છે. આ નવો કેસ નવા વેરીએન્ટ ઓમાઇક્રોન પણ હોઈ શકે તેવી શક્યતાને ધ્યાને લઈ આરોગ્ય વિભાગે તેમના સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેસ જૂન 21માં આવ્યા પછી કોરોનાના કેસો આવતા બંધ થયાં હતા. અને છેલ્લા સાતેક મહિનાથી કોરોના લગભગ નાબૂદ જ થઈ જતા લોકોએ રાહતનો દમ લીધો હતો. પણ હવે લાંબા સમય પછી નર્મદા માં ફરી એકવાર કોરોનાની એન્ટ્રીથતાં ચિંતાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ પોઝીટીવ દર્દી વાવડી ગામમા પણ ફર્યા હતા. જોકે ઓમાઇક્રોન હોય તો તેનો ફેલાવો ઝડપથી થાય છે ત્યારે આરોગ્ય વિભાગ સત્વરે આરોગ્યલક્ષી પગલાં લે તેવી પણ માંગ છે તેમજ કોવિદ હોસ્પિટલમા કોરોના કે ઓમીક્રોન ના કેસો આવે તો તેની સારવાર અંગેની સુવિધાઓ હોસ્પિટલ માં થવી જોઈએ. એવી પણ આમ જનતાની માંગ છે. રાજપીપલા સહીત નર્મદામાં કોવિદ 19ના નિયમોનું કડક પાલન થાય એમાટે તંત્ર કાર્યવાહી કરે અને આમ જનતા પણ
કોવિદ 19ના નિયમોનું કડક પાલનકરે એ જરૂરી છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati