શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય : દ્વિતીય એકમ કસોટીનો બીજો તબક્કો સ્થગિત રાખવા શિક્ષણ બોર્ડનો પરિપત્ર

ગુજરાત સમાચાર

રાજ્યમાં ફરીએકવાર કોરોના વાયરસના કેસમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.  તેમાં પણ હવે શાળાઓમાં કોરોનાના કેસ નોઁધાઇ રહ્યા છે. વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. જો કે રાજ્ય સરકાર દ્વારા તરુણોને રસી આપવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. પરંતુ શાળામાં હવે કોરોના પગપેસારો કરી રહ્યો છે.  કોરોનાના કહેર વચ્ચે પાછો ઓમીક્રોન વેરિયન્ટનો ખતરો ત ખરો જ. પરિણામે કેટલીક શાળાઓ તો બંધ કરવાની ફરજ પડી છે.  તોઆ સ્થિતિ જોતા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દ્વિતીય એકમ કસોટીનો બીજો તબક્કો સ્થગિત રાખવા અંગે  પરિપત્ર કરવામાં આવ્યો છે.
એક તરફ રાજ્યમાં તરુણોને વેક્સિન આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે જેને લઇને હાલમાં શિક્ષણ બોર્ડે દ્વીતીય એકમ કસોટીનો બીજો તબક્કો સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે. જો કે પહેલા 7 અને 8 જાન્યુઆરીએ દ્વીતીય એકમ કસોટીના બીજા તબક્કાનું આયોજન કરવામા આવ્યુ હતું. પરંતુ રસીકરણની કામગીરી તેમજ 3 થી 7 જાન્યુઆરી સુધી જાહેર કાર્યક્રમ હોવાથી હાલ પુરતો સ્થગિત રાખવામાં આવ્યો છે.   જો કે દ્વિતીય એકમ કસોટીનો બીજો તબક્કો હવે ક્યારે યોજાશે તે અંગે ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ આગામી સમયમાં જાહેર કરશે.
આણંદ વિદ્યાનગરની કોલેજમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય એમ કોલેજના એક જ વર્ગના 7 વિદ્યાર્થીઓ કોરોની ઝપેટમાં આવી ગયા છે. આર્કિટેક કોલેજના 7 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થયું છે. હાલ તો સંક્રમિત તમામ વિદ્યાર્થીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓ આણંદ જિલ્લા બહારના હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ કોલેજને 15 દિવસ બંધ કરવા માટે યુનિવર્સિટીને પત્ર લખી રજૂઆત કરાઈ છે. વડોદરામાં પણ 8 સ્કૂલના 4 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકો કોરોના સંક્રમિત થયા હતા. નવજીવન સ્કૂલના 2, MGM સ્કૂલની 1 વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવી હતી..જ્યારે GEB સ્કૂલનો 1 વિદ્યાર્થી પણ કોરોના સંક્રમિત બન્યો હતો, જ્યારે MC,કોન્વેન્ટ, શ્રેયસ અને બ્રાઈટ સ્કૂલના કુલ 5 શિક્ષકો પોઝિટિવ થયા હતા. અમદાવાદની ઉદગમ સ્કૂલમાં વધુ 3 વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યા હતા. ધોરણ 10ના 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા થયા. શાળા બાળકો કોરોના પોઝિટિવ આવતા ઉદગમ સ્કૂલે ધો.1થી 5ના ઓફલાઇન વર્ગો બંધ કરી દેવાયા હતા.

TejGujarati