કૃષિ કાયદાને પાછો લીધા બાદ PM મોદી પહેલીવાર પંજાબના પ્રવાસે

ભારત સમાચાર

પીએમ મોદી આજે પંજાબના ફિરોજપુરના પ્રવાસ પર જશે આ દરમિયાન રાજ્યમાં 42, 750 કરોડ રુપિયાની વિભિન્ન વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. પંજાબ  વિધાનસભી ચૂંટણીની પહેલા પીએમ મોદીનો આ પ્રવાસ ઘણો મહત્વનો છે. તે રાજ્યો માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેર કરી શકે છે. કૃષિ કાયદાને પાછો લીધા બાદ પીએમ મોદીનો પંજાબમાં આ પહેલી વાર પ્રવાસ છે. દિલ્હીમાં કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલનમાં મોટાભાગે પંજાબના ખેડૂતો હતા.
પીએમઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પીએમ મોદી દિલ્હી- અમૃતસર કટરા એક્સપ્રેસ- વે અમૃતસર ઉનાખંડને ફોર લેન્ડમાં ફેરવવા તથા મુકેરિયા તલવાડા નવી રેલ લાઈન, ફિરોજપુરમાં પીજીઆઈ સેટેલાઈટ કેન્દ્ર અને કપૂરથલા તથા હોશિયારપુરમાં 2 નવા મેડિકલ કોલેજની સ્થાપના સંબંધિત પરિયોજનાની આધારશિલા રાખશે.
લગભગ 669 કિલોમીટર લાંબા દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસ વેને 39, 500 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. જેનાથી આ મુસાફરી અડધા સમયમાં પુરી કરી શકાશે. પીએમઓ મુજબ ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ-વે શિખ ધાર્મિક સ્થળો, સુલ્તાનપુર લોઢી, ગોઈંદવાલ સાહિબ, ખડૂર સાહિબ, તરનતારન અને કટરા સ્થિત હિન્દુઓના પવિત્ર ધર્મસ્થળ વૈષ્ણો દેવીને જોડશે.
આ એક્સપ્રેસ વે હરિયાણા ઔદ્યોગિક શહેરોને જોડશે. લગભગ 1700 કરોડ રુપિયાનો ખર્ચ કરી અમૃતસર- ઉનાખંડને ફોરલેન બનાવવામાં આવશે.  કુલ 77 કિલોમીટર લાંબો આ ખંડ ઉત્તરી પંજાબ અને હિમાચલ પ્રદેશની વચ્ચે લાંબા વિસ્તારમાં ફેલાયેલા મોટા અમૃતસરથી ભોટા કોરિડોરનો ભાગ છે.
તેમજ  410 કરોડથી વધારેના ખર્ચથી મુકેરિયા અને તલવાડાની વચ્ચે 27 કિલોમીટર લાંબા એક નવી બ્રોડ ગેજ રેલવે લાઈનની આધારશિલા રાખશે. આ ઉપરાંત ફિરોજપુરમાં 490 કરોડ રુપિયાથી વધારેના ખર્ચથી 100 બેડ વાળી પીજીઆઈ સેટેલાઈટ કેન્દ્ર બનાવવામાં આવશે. જ્યારે કપૂરથલા અને હોશિયારપુરમાં લગભગ 325 કરોડ રુપિયાના ખર્ચથી લગભગ 100 સીટોની ક્ષમતાવાળા 2 મેડિકલ કોલેજ વિકસિત કરવામાં આવશે. આ કોલેજોને કેન્દ્ર પ્રાયોજિત યોજના જિલ્લા -રેફરલ હોસ્પિટલોની સાથે જોડાયેલા નવા મેડિકલ કોલેજોની સ્થાપનાના ત્રીજા ચરણમાં મંજૂરી આપવામાં આવી છે.

TejGujarati