✌?બે- શબ્દો… *માઈનસ અને પ્લસ*

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

આપણા પોતાના *માઈનસ* પોઈન્ટ ની ખબર હોય એ આપણો *પ્લસ* પોઇન્ટ છે.

*અવાજ અને મૌન*

પુરુષ નો ઊંચો *અવાજ* સ્ત્રી ને ચૂપ કરાવી દે છે, પણ સ્ત્રી નુ *મૌન* પુરૂષ ના પાયા જ હલાવી નાખે છે.

*ડોક્ટર અને માણસ*

કેવો ગજબનો શબ્દ છે સોરી *માણસ* બોલે તો ઝઘડો પુરો, અને *ડોકટર* બોલે તો માણસ પુરો.

*યાદ અને ભૂલી*

મદદ એક એવી ધટના છે, કરો તો લોકો *ભૂલી* જાય છે , ના કરો તો લોકો *યાદ* રાખે છે.

*આપણા અને તાપણા*

*આપણા* અને *તાપણા* ની એક ખાસિયત છે બહુ નજીક ના રહેવું અને બહુ દૂર પણ ના રહેવું.

*શરૂઆત અને અંત*

જીવનની *શરૂઆત* આપણા રડવાથી થાય છે, અને જીવન નો *અંત* બીજા ના રડવા થી થાય છે.

*ક્રોધ અને લોભ*

ઈચ્છા ઓ પૂરી ના થાય તો *ક્રોધ* વધે છે, અને ઈચ્છાઓ પૂરી થાય તો *લોભ* વધે છે.

*મગજ અને હ્રદય*

*મગજ* ભલે હ્રદય થી બે વેંત ઉંચે હોય, પણ *હ્રદય* થી બનતા સંબંધો બધાથી ઊંચા હોય છે..

*સંવેદના ના ઝરણાઓ ?*

TejGujarati