15 થી 18 વર્ષની વયના બાળકો માટે રાજ્ય વ્યાપી કોરોના રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ કરાવતા રાજ્યના મુખ્યમંત્રી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

ગાંધીનગર

વિદ્યાર્થી આનંદો.. રસીકરણ અભિયાનના સીએમ દ્વારા કરાયા શ્રીગણેશ.

સ્કૂલના બાળકો માટે આનંદના સમાચાર છે 15 થી 18 વર્ષની વયના બાળકો માટે રાજ્ય વ્યાપી કોરોના રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ કરાવતા રાજ્યના મુખ્યમંત્રી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 3 જાન્યુઆરી થી 15 થી 18 વર્ષના બાળકો માટે શરુ થઈ રહેલા કોરોના વેક્સીનેશન અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.. વહેલી સવારે ગાંધીનગર નજીકના કોબાની જી.ડી. એમ કોબાવાલા હાઇસ્કુલ ખાતે તેઓ પહોંચ્યા હતા અને 15 થી 18 વર્ષના બાળકો ને કોરોના સામે સુરક્ષા કવચ રૂપી વેક્સીનેશન ડ્રાઇવની રાજ્યમાં શરૂઆત થવાની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું તો ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.

સમગ્ર ગુજરાત રાજ્યમાં અંદાજે 35 લાખથી વધુ બાળકોને આ રસીકરણ નો લાભ આપવા રાજ્યના આરોગ્ય વિભાગે પૂરતી તૈયારીઓ કરી છે અને ટૂંક સમયમાં જ આ વેકસીન આપવામાં આવશે.

આ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા,ધારાસભ્ય શંભૂજી ભાઈ, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે તેમજ મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ અને શાળા શિક્ષક પરિવાર તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં હાલ કોરોનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને ફરી સ્કૂલ બંધ ન થાય અને ઓફલાઇન ભણવાનો વારો ન આવે રાજ્યમાં ચાલુ થઈ રહેલા રસિકરણના મહાઅભિયાનને જોતા સ્કૂલના વિદ્યાર્થીઓમાં પણ કોરોના વેકસીનને લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ પોતે વેકસીન લેવા માટે તત્પર અને સજ્જ બનતા જોવા મળી રહ્યા છે. રાજ્યભર વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે ત્યારે તેઓ પોતે શું અનુભવે છે તેમના વિચારો તેઓએ પ્રતિક્રિયાઓ આપી રજૂ કર્યા હતા.

બાઈટ: સ્કૂલના વિદ્યાર્થીઓ

TejGujarati