શ્રી ક્ષત્રિય આહીર શીમ્પી સમાજ દ્વારા 50 જેટલી વિધવા બહેનોને ગરમ ધાબળા(બ્લેન્કેટ )નું વિતરણ કરાયું

ગુજરાત સમાચાર

ડભોઈ નજીક આવેલ અંતરિયાળ ગામ ગોલાગામડી ખાતે પહોંચી વિતરણ કર્યું

વડોદરા,તા.4

વડોદરા ખાતે બહુધા મરાઠી સમાજનો બહોળો વર્ગ આવેલો છે. જેનું વડોદરા નગરીના વિકાસમા યોગદાન રહેલું છે. જેમાં ખાસ કરીને
વડોદરા ખાતે કાર્યરત શ્રી ક્ષત્રિય આહીર શીમ્પી સમાજનું પણ નોંધપાત્ર યોગદાન છે. મરાઠી શીમ્પી સમાજ ઘણા વર્ષોથી સમાજ ઉપયોગી કાર્યો અને પ્રવૃત્તિ કરે છે. જેમાં કોરોના કાળમાં ગયા વર્ષે વડોદરા અને આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગરીબો અને શ્રમજીવીઓને કડકડતી ઠંડીથી બચવા સમાજ ના યુવકોની ટીમ દ્વારા ધાબળા (બ્લેન્કેટ )નું સફળ વિતરણ કર્યા બાદ ચાલુ વર્ષે પણ શ્રી ક્ષત્રિય આહીર શીમ્પી સમાજના સહયોગથી યુવા ટીમના કાર્યકરોએ સમાજના દાતાઓ અને યુવાટીમદ્વારા સ્વૈચ્છીક ફાળો ઉઘરાવી વડોદરા જિલ્લાના ડભોઈ નજીક આવેલ અંતરિયાળ ગામ ગોલાગામડી ખાતે પહોંચી 50 જેટલી વિધવા બહેનોને ગરમ ધાબળા(બ્લેન્કેટ )નું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં યુવાટીમના સદસ્યોં ભાષ્કર જગતાપ, રાહુલ શીમ્પી,કપિલ જગતાપ,કમલેશ શીમ્પી,નિલેશ જાદવ વગેરે સદસ્યોંએ બ્લેન્કેટનું વિધવા બહેનોને વિતરણ કર્યું હતું.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati