રવિવારે વડોદરા પાસે “નારેશ્વર” ખાતે કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિ વિસર્જનની વિધિ કરવામાં આવી..

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રવિવારે વડોદરા પાસેનારેશ્વરખાતે કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિ વિસર્જનની વિધિ કરવામાં આવી..
ભારતનાં પી. એમ. શ્રી મોદી સાહેબસી.એમ. શ્રી ભૂપેન્દ્ર ભાઈ સાહેબ,મહંત સ્વામી મહારાજઅસ્થિ વિસર્જન પ્રસંગે શ્રદ્ધાંજલિ રૂપી સંદેશો પાઠવ્યાં છે.

  • સબ હેડીંગ:શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી એટલે વાણી,વિચાર અને વર્તનમાં એકતા રાખનાર વિરલ સંત.- સાધુ પ્રેમવત્સલદાજી

તા. ર – ૧ – ર૦રર ને રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદના સંસ્થાપક “સાધુતાની મૂ્તિ” સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિ વિસર્જન વિધિ વડોદરા – કરજણ પાસે આવેલા “નારેશ્વર” ખાતે સવારે ૧૦ – ૦૦ થી ૧ર – ૦૦ દરમ્યાન શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીની નિશ્રામાં કરવામાં આવી.આ પ્રસંગે જનમંગલના પાઠ,સ્તુતિગાન,સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવ્યા. ત્યારબાદ બપોરે ૧ર – ૦૦ થી ર – ૦૦ સુધી શ્રી રંગ સેવા સદન ખાતે સત્સંગ સભા યોજાઈ. જેમાં શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની ગુણાનુવાદ સભા યોજાઈ. આ પ્રસંગનો લાભ લેવા માટે સમગ્ર ગુજરાત અને અમદાવાદમાંથી અનેક ભક્તો પધાર્યા.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આ અસ્થિ વિર્સજન પ્રસંગે સંદેશો મોકલ્યો છે અને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું છે કે, પ.પૂ.સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સેવા, ભક્તિ અને સમર્પણની મૂર્તિ સમા હતા.સત્સંગ અને સેવા દ્વારા દેશ વિદેશના અસંખ્ય અનુયાયીઓના જીવનમાં પરિવર્તન લાવવામાં તેઓ નિમિત્તરુપ બન્યા છે.તેમના ઉપદેશ અને સત્કાર્યોનો વારસો આપણા માટે નિરંતર પ્રેરણારુપ બની રહેશે.હું સદભાગી છું કે, સ્વામીજીના પ્રેરક સાનિધ્યનો મને લાભ મળતો રહ્યો.

ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જણાવ્યું છે કે,સંત સમાજના દરેક વર્ગ,સમૂહ અને શક્તિને ધર્મ,શૈક્ષણિક તેમજ સમાજ, રાજ્ય અને દેશ પ્રત્યે વફાદારી અને સંસ્કૃતિના પીયુષ પીવડાવે છે.

શ્રી આનંદપ્રિયદાસજીએ શતાયુથી વધુ વર્ષો સમાજમાં સદાચાર,ધર્મ, ભક્તિ અને જ્ઞાનનાં બીજ રોપી અનેકના હૃદયમાં સાચી શાંતિ સ્થાપિત કરી છે. આજે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ તેમના દર્શાવેલા પથ પર આપણે સૌ ચાલીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.

પૂજય મહંતસ્વામી મહારાજ (બી.એ.પી.એસ સંસ્થા) એ જણાવ્યું છે કે, સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનું જીવન શ્રીજીમહારાજના પંચવર્તમાને યુક્ત હતું. તેથી તેમના જીવન અને કાર્યથી અનેકોને શ્રીજીમહારાજની નિષ્ઠા થઈ છે. તેઓશ્રી ધામમાં પધાર્યા છે. અક્ષરધામમાં શ્રીજીમહારાજના ચરણોમાં બિરાજી ગયા છે. તેઓશ્રીનું કાર્ય તેઓના સંતો દ્વારા આગળ વધતું રહે તે પ્રાર્થના.

સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ વિદેશની ભૂમિ ઉપર પગ મૂકનાર કોઈ હોય તો તે શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી.શ્રી આનંદપ્રિયદાસજીસ્વામીએ શ્રેષ્ઠ સાધુ જીવન જીવીને અનેક માણસોને સંસ્કારી અને સદાચારમય જીવન જીવવાની પ્રરેણા આપી છે જેના કારણે આજે એક બે નહી, અનેક પરીવારો,અનેક વ્યક્તિઓ પોતાના જીવતરની કેડીને રચનાત્મક માર્ગે કંડારી શક્યા છે.અનેક પરિવારોની નિરાશાઓ દૂર થઈ છે. પરિવારમાં સ્નેહ – સંપના દિપક પ્રગટ્યા છે.અનેક યુવાનોમાં સેવાના ધબકાર ઉઠયા છે.દેશ અને વિદેશમાં સ્થાપેલા મંદિરોના કારણે ઘરોઘર સત્સંગ – સદાચારના અજવાળાં પથરાયાં છે. વિદેશમાં પણ જને – જને સત્સંગના તેજરશ્મિ ફેલાયાં છે.આજે તેમના અક્ષરધામ ગમનથી સારોય સ્વામિનારાયણ સંપ્રદાય દુઃખની લાગણી અનુભવે છે.

  • સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
  • મો. ૯૮૯૮૭૬૫૬૪૮
    ૬૩૫૨૪૬૬૨૪૮
TejGujarati