ટોપ એફએમ પોતાનો પ્રથમ ગુજરાતી મ્યુઝિક એવોર્ડ્ “ટોપ મ્યુઝિક એવોર્ડ્સ” 16મી જાન્યુઆરી 2022 ના રોજ અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવી રહ્યો છે.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ટોપ એફએમ (Top FM) એ ગુજરાત આધારિત રેડિયો ચેનલ છે જે ગુજરાતના 8 મહાનગરો તથા જમ્મુ અને કાશ્મીરમાં 5 સ્ટેશનો ધરાવે છે. ટોપ એફએમની સ્થાપના 2018 માં કરવામાં આવી હતી અને નાના શહેરોમાં તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટોપ એફએમને “ગુજરાતનુ પોતાનુ રેડિયો સ્ટેશન” કહેવામાં છે અને આ સાથે જ તે પોતાનો પ્રથમ ગુજરાતી મ્યુઝિક એવોર્ડ્ “ટોપ મ્યુઝિક એવોર્ડ્સ” 16મી જાન્યુઆરી 2022 ના રોજ અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતી સંગીતને પ્રેરણા આપવા માટે ટોપ એફએમએ ટોપ મ્યુઝિક એવોર્ડ્સનું આયોજન કર્યું છે. જે ગુજરાતનો સૌ પ્રથમ સંગીત કલાને બિરદાવવાનો કાર્યક્રમ છે. જેમાં ઈન્ડિપેન્ડેન્ટ સોંગ્સની કેટેગરી માટે ખાસ સોશિયલ મીડિયા દ્વારા એન્ટ્રિસ મંગાવવામાં આવી હતી. અને ટોપ મ્યુઝિક એવોર્ડ્સ માટે જ્યુરી રાઉન્ડ ક્લબ ઓ સેવન ખાતે, 2 જાન્યુઆરી 2022 એ યોજવામાં આવ્યો હતો. જેમાં ટોપ મ્યુઝિક એવોર્ડ્સના જ્યુરી મેમ્બર્સ, ગુજરાતી ભાષાના નામાંકિત કવિ શ્રી તુષાર શુક્લ, શાસ્ત્રીય અને સુગમ સંગીતના જાણકાર અનિકેત ખાંડેરકર, મ્યુઝિક અરેન્જર અને પ્રોગ્રામર રાજીવ ભટ્ટ, ડાયરાની દુનિયામાં પ્રસિદ્ધ ઓસમાણ મીર, સુગમ સંગીત ક્ષેત્રે નોંધપાત્ર અને સુંદર રચનાઓ આપનાર આસિત દેસાઈ અને હેમા દેસાઈએ હાજરી આપી હતી. આખો દિવસ હાજર રહીને આ જ્યુરી મેમ્બર્સે, ટોપ મ્યુઝિક એવોર્ડ્સની અલગ અલગ કેટેગરી માટે પોતાનો અમૂલ્ય નિર્ણય આપ્યો હતો. જેને ટોપ મ્યુઝિક એવોર્ડ્સના ખાસ એન્વેલોપમાં સીલ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ 16મી જાન્યુઆરી, 2022 ના રોજ યોજવામાં આવશે.

ટોપ મ્યુઝિક એવોર્ડ્સને પાર્થિવ ગોહિલ, પ્રિયા સરૈયા, ઓજસ રાવલ અને ઈશા કંસારા હોસ્ટ કરશે અને આ સાથે યુથ સેન્સેશન જીગરદાન ગઢવી, પાર્થ અને સંજય ઓઝાના મ્યુઝિકલ પરફોર્મન્સ સાથે મ્યુઝિક ડાયરેક્ટર પાર્થ ભરત ઠક્કર સૌનું મનોરંજન કરશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન સરકારની કોવિડ માર્ગદર્શિકા હેઠળ કરવામાં આવશે.

To know more about the award: https://www.instagram.com/topmusicawardsofficial/

Spokesperson:

Neeraj Mecwan, National Head – Top FM

M: 9679425756

TejGujarati