સૂત્ર હ્રદયથી નીકળે,વ્યાખ્યા બુધ્ધિથી આવે છે. સૂત્ર નિર્વિચાર દશામાંથી,વ્યાખ્યા સદૈવ વિચાર પેદા કરે,સૂત્ર સદૈવ હાર્દિક હોય છે. આપણે આદતનાં કારણે સૂરજની,સૂરજ જેવા વિચારની પણ નિંદા કરીએ છીએ.

બિઝનેસ

 

ત્રીજા દિવસની કથા પ્રારંભે બાપુએ જણાવ્યું કે બુદ્ધ પુરુષ તરફથી આશ્રિતોને સહાય કઈ રીતે મળે છે? વિનય પત્રિકામાં આ જે પદ છે એમાં એક શબ્દ છે ‘બચન સહાય’, તુલસી વચનથી સહાયનો આગ્રહ કરે છે. બુધ્ધપુરુષદ્વારા, સદગુરૂ દ્વારા,જેના પર પૂર્ણ આસ્થા છે એ સહાય કરે છે.કઇ રીતે?બાપુએ જણાવ્યું કે સૂત્ર હૃદયથી નીકળે છે અને વ્યાખ્યા હંમેશા બુધ્ધિથી નીકળે છે.સૂત્ર નિર્વિચાર દશામાંથી આવે છે અને વ્યાખ્યા વિચાર પેદા કરે છે.આથી હંમેશા સૂત્ર પકડવું.બુધ્ધપુરુષ આપણને પોતાના વચનથી સહાય કરે છે સૂત્ર સદૈવ હાર્દિક હોય છે,બુધ્ધિ વ્યભિવચારીણી હોય છે.પરમતત્વ હૃદયમાંથી નીકળેલા સૂત્ર દ્વારા આપણને સહાય કરે છે.જે રીતે ગુરુવંદના માં કહે છે:જાસુબચન રવીકરનિકર- રામચરિત માનસનું એક પાત્ર સંપાતિ કહે છે કે હું શરીરથી સહાય કરી શકું એમ નથી.આથી વચનથી સહાય કરું છું જેમ શ્રવણ પરંપરા બ્રાહ્મણ પરંપરા પોતાની રીતે હોય છે એ જ રીતે મારી પ્રવાહી પરંપરા છે.ગંગા પ્રવાહી છે ત્યારે તમામ પ્રકારના મેલને સાફ કરે છે પરંતુ તેને જો બરફ બનાવી દેવામાં આવે તો એ કપડા ને તોડી નાખે છે.આપણી સનાતન પરંપરા પ્રવાહી પરંપરા જ છે.બ્રાહ્મણ પરંપરા વેદ પરંપરા છે. બાપુએ જણાવ્યું કે જ્ઞાન જ્યોતિ હંમેશા આપણી સાથે રહે છે જે આશ્રય આપે છે એનું દાયિત્વ છે કે ક્યારેય ન ભૂલે.હા ગુરુ ભૂલી જાય છે,જરૂર ભૂલી જાય છે,શું?માત્ર આપણા અપરાધો.

આપણી આદત છે કે સૂરજની પણ,સુરજ જેવા વિચારોની પણ આપણે નિંદા કરીએ છીએ.વ્યક્તિના રૂપમાં તો ક્યાં સુધી સદા સાથ આપે?પરંતુ જ્યોતિના રૂપમાં અને આ જ્યોતિ એટલે સામાન્ય જ્યોતિ નહીં કારણકે આ જ્યોતને તો છલ,બલ,અને કળથી ઘણાં જ બૂઝાવી શકે છે.શ્રી ગુરુપદનખ મનિગન જયોતિ. ચૈતન્ય પરંપરામાં ગુરુ પદ પાછળ પાછળ ચાલે છે. સ્વસ્થાય દેવાય નિત્યાય નિત્ય ગતિપાયગ્યે લુપ્તનિષેધાય જ્યોતિસ્વરૂપાય નમો નમ:

ચૈતન્યપરંપરાના આ લક્ષણો છે.જે કોઈપણ ગુરુમાં દેખાય તો ઝડપથી એને પકડી લો,પરંતુ ગુરુ બનાવતા પહેલા ખૂબ વિચારો કદાચ એક જન્મ નીકળી જાય તો પણ વિચારો કારણકે:

જોઈ જોઈને વ્હોરીયે જાતું,બિબાં વીણ પડે નહીં ભાતું

જે સ્વસ્થ છે,જે નિત્ય છે,જે નિરંતર છે,જે દેવ મહાદેવ નિત્ય છે,જે જ્યોતિ સ્વરૂપ છે જે વિધિ અને નિષેધથી પર છે.ગૌરાંગ પરંપરામાં એ જ્યોતિરૂપ છે. ક્યારેક રમણમહર્ષિ રૂપમાં,ક્યારેક ઠાકુર રામકૃષ્ણ ક્યારેક,એકનાથદ્વારા, જ્ઞાનદેવ,તુકારામ, શંકરાચાર્યજી,રામાનુજન, મહાવીર….

બુદ્ધ પુરુષ વચનથી,આંખથી,મનથી સહાય કરે છે અને ક્યારેક એને ધન મળે તો એ પણ કોઈને આપી દે છે.સીતાજી જે વિનયનું પદ ગઈકાલે અધૂરું હતું:

દીન સબઅંગહીન છીન મલીન અઘી અઘાઇ,

નામ લૈ ભરૈ ઉદર એક પ્રભુ-દાસી-દાસ કહાઇ,

બૂઝિ હૈ સો હૈ કૌન કહિબી નામ દસા જનાઇ

સુનત રામ કૃપાલુકે મેરી બિગરિઔ બનિ જાઇ,

જાનકી જગજનનિ જનકી કિયે બચન સહાઇ.

આજે પદને પૂર્ણ કરીને બાપુએ જણાવ્યું કે કદાચ કોઈ પૂછે કે આ કોણ છે તો તુલસી તારી દાસી નો દાસ એટલે કે તુલસીદાસ અને કોઈ દશા પૂછે તો એમાં કહેજો કે એ મલીન,દીન હીન છે. અને જો તમે આમ કહેશો તો તારો તુલસીદાસ તરી જશે. આગળના દિવસોમાં ભરત સ્તુતિ અને એ પછી લક્ષ્મણ,શત્રુધ્ન અને સૌથી છેલ્લે હનુમાનજીની સ્તુતિ વિશે વાત કરીશું.

TejGujarati