રાજપીપલા શહેરના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા બાબતે કલેકટરને આવેદનપત્ર આપ્યું

ગુજરાત સમાચાર

અમુક કોમના લોકો આ વિસ્તારમાં મકાનો ખરીદવા માટેમકાન માલિકને વધુ રૂપિયાની લાલચો આપી મકાન ખરીદે છે

રાજપીપલા, તા 3
રાજપીપલા શહેરનાકેટલાક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા બાબતે કલેકટરને અરજદાર કમલેશભાઈ અંબાલાલ પટેલ તથા નગરના રહીશો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આવેદનપત્ર મા જણાવ્યું છે કે
રાજપીપલાના અસંખ્ય
લોકોની રજૂઆત તેમજ અસંખ્ય લોકોની તકલીફોને ધ્યાનમાં લઈ રાજપીપલા વિસ્તારના અસંખ્ય
રહીશો વતીરાજપીપલા શહેરના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા
બાબતે લેખિત રજૂઆત કરીએ છીએ. રહીશોએ રાજપીપલાના
વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી છે.
રેડ ક્રોસ બ્લડ બેંકથી નાગરિક બેંક સુધીનો સ્ટેશન રોડ તે વિસ્તાર તેમજ તેની
પાછળ આવેલ રહેણાંકના મકાનો,કાછીયાવાડ તેમજ મોટા માછીવાડ,રજપુત કળિયુ,નવાપરા,દોલતબજાર
ભાટવાડા,દરબાર રોડ
હાઉસીંગ બોર્ડ,રાજેન્દ્રનગર સોસાયટી,વિસાવગા તથા ભરાવાની ખડકી,શેઠ ફળિયુ, શ્રીનાજી મંદિર સામેનો વિસ્તાર
સફેદ ટાવર પાસે આવેલ કોહિનુર હોટલ સામેનો વિસ્તાર, કોહિનુર હોટલની લાઈનનો અને પાછળનો વિસ્તાર,સોનીવાડ
જાની પાયગા,માલીવાડ,
આશાપુરી મંદિર પાસેનો વિસ્તાર,ચોર્યાશીની વાડી પાસે લુહાર ચાલ વાળો વિસ્તારમા અશાંતધારો લાગુ કરવાની માંગ કરી છે.

આવિસ્તારોમાં ધાર્મિક સ્થાનો, મંદિરો, દેરાસરો આવેલા છે. વર્ષોથી આ વિસ્તારમાં હિન્દુ પ્રજા સુખીશાંતિથી જીવવા માટે ટેવાયેલી છે. પરંતુ અમુક કોમના લોકો આ વિસ્તારમાં મકાનો ખરીદવા માટે
મકાન માલિકને વધુ રૂપિયાની લાલચો આપી જાણી બુઝીને આ વિસ્તારોમાં મકાન ખરીદવાની કોશીષકરતા આવેલા છે.તેમજ આ અમુક પ્રકારના કોમના લોકો દ્વારાઆ વિસ્તારમાં જો મકાન ખરીદવામાં આવે તો
અશાંતિનું વાતાવરણ ઉભું થાય તેમ છે.જો આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં નાઆવે તો આ વિસ્તારની પ્રજા ભયભીત થાય તેમ હોઇ તેમજ તેઓની ધાર્મિક લાગણી પણ દુભાય તેમહોઇ આ તમામ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવો ખૂબ જ જરૂરી હોવાની રજૂઆત કરી છે..

આ અગાઉ પણ કેટલાક વિસ્તારોમાંથી અશાંતધારો લાગુ કરવા માટે રજૂઆત કરવામાં આવેલ હતી. આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા અભિપ્રાય થાય છે તેવો ઠરાવ કરવામાં આવેલ
હતો. પરંતુ તે ઠરાવનું અમલીકરણ રાજપીપલામાં થતું ન હોઈ તેમજ કલેકટરના ઠરાવનું પણ
સરેઆમ ઉલ્લંઘન થતું હોઇ કડક કાર્યવાહી કરવી જરૂરી દેખાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપલા નગર પાલિકાના વિસ્તારોમાં આવેલ આ તમામ વિસ્તારોમાં કોમી રમખાણોના
બનાવો રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા ૧૦ થી ૧૨ વર્ષના સમયગાળા દરમ્યાન અસંખ્યવાર થઈ ચુક્યા છે. જેમાંથી ૮ ગુના અલગ અલગ વિસ્તારમાં દાખલ પણ થયેલ છે. તેમજ અને
વખત વાતાવરણ પણ તંગ થયેલ છે. અમુક કોમના લોકો જે જીવન શૈલીથી જીવવા માટે ટેવાયેલાહોય અને ત્યારબાદ જ્યાં હિન્દુ પ્રજા સુખ શાંતિથી જીવવા માટે ટેવાયેલ હોય ત્યાં તેમની મનમાની કરી
સુખ શાંતિને ખલેલ પહોંચાડવા માટે તેઓ જાણી બુઝીને તે વિસ્તારમાં મકાન લેતા આવેલા હોય છે.જેને ધ્યાને લઈને
તાત્કાલિક અમલીકરણ થાય તેવી રહીશોની માંગ છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati