ગેસને કારણે ફૂલી જતુ પેટ. – વૈદ્ય પ્રવીણ હીરપરા.

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

બે શિકારી કૂતરાઓને પેટ ભરીને ખોરાક આપવામાં આવ્યો. એમાંના એક કૂતરાને ત્રણ કલાક જંગલમાં શિકાર પાછળ ખૂબ દોડાવવામાં આવ્યો. બીજા કૂતરાને ત્રણ કલાક સંપૂર્ણ આરામ આપવામાં આવ્યો.

બંને કૂતરાના પેટ તપાસવામાં આવ્યા. જે કૂતરાને આરામ આપવામાં આવ્યો હતો તેમનો ખોરાક પચી ગયો હતો. પરંતુ જે કૂતરાને શિકાર માટે દોડાવવામાં આવ્યો હતો તેનો ખોરાક પચ્યા વગર પડી રહ્યો હતો. પશ્ચિમ ના તબીબોએ કરેલુ આ સંશોધન છે.

…..પાછળ દોડતુ મ્રુત્યુ…

ભોજન કરી પાચ મિનિટ ચાલી ડાબે પડખે સુવું જોઈએ. આયુર્વેદ આને વામકુક્ષી કહે છે. ડાબે પડખે થોડીવાર સુવાથી સૂર્યનાડી સક્રિય થતા પાચક સ્ત્રાવ માં વધારો થાય છે. જેથી ખોરાક નુ સારી રીતે પાચન થાય છે. અહીં એ યાદ રાખવું જરુરી છે કે ફક્ત ૩૦ મિનીટ આડા પડવાનું છે…શોર્ટનેપ.

જમ્યા પછી બે ત્રણ કલાક સુવાથી શરીરમાં કફ નુ પ્રમાણ વધે છે. જે શરીર ની તાંત્રિક વ્યવસ્થામાં અવરોધ પેદા કરે છે. પરિણામે ચરબી વધે છે.

જે વ્યક્તિ જમી ને તરત દોડે છે. તેની પાછળ મૃત્યુ દોડે છે… मृत्यु:धावति धावत: ।।

જમીને તરત ઓફિસે કે કામ ધંધાની જગ્યાએ પહોંચવા , ટ્રેઈન કે બસ પકડવા માટે હાફળા ફાફળા દોડતા લોકો એ આ બાબતે વિચારવુ જોઈએ.

ખોરાક હોજરી માં આવે એટલે રક્ત નો પ્રવાહ હોજરી તરફ વધે છે. જમીને તરત દોડવાથી, લાંબા અંતર સુધી ચાલવાથી, કસરત કરવાથી, શરીર ને શ્રમ પડે તેવુ કામ કરવા થી રક્તનો પ્રવાહ હોજરી તરફ ન રહેતા હાથ પગ તરફ વધારે વહે છે.

પરિણામે પાચન નબળુ પડે છે.

પાચન નબળુ પડતા ગેસ, અપચો ,એસિડિટી, પેટ ફૂલી જવુ , છાતીમાં દુખાવો વગેરે સમસ્યાઓ ઉદભવે છે.

જમ્યા પછી તરત વધારે પડતો શ્રમ કરવો એ પેટ બગડવાનું એક કારણ છે. આવા બીજા ઘણા કારણો છે .

જીવન શૈલી અને આહાર ના શાસ્ત્રીય નિયમો નુ ઉલ્લંઘન કરવાથી પેટ ની ઘણી સમસ્યાઓ પેદા થાય છે.

તમારા આયુર્વેદ કન્સલ્ટન્ટ પાસે જઈ આવા કારણો ની તપાસ કરી સારવાર કરાવવી જોઇએ.

એક સામાન્ય ઘરેલૂ ઉપચાર

સૂંઠ

સંચળ

હીંગ

આ ત્રણે ચીજોને સરખા પ્રમાણમાં લઈ મિશ્રણ બનાવવું.

તેમાંથી અર્ધી ચમચી લઈ જમતી વખતે વચ્ચે પાણી સાથે લેવું.

(જમતી વખતે વચ્ચે ઔષધ લેવાથી સમાનવાયુ સંતુલિત થાય છે. પાચન સંબધિત સમસ્યાઓમાં સમાનવાયુ ની મહત્વની ભૂમિકા રહેલી છે.)

તેનાથી પેટ ની સમસ્યાઓ

જેમકે ગેસ, અપચો, પેટ ફૂલી જવું, છાતી માં દુખાવો થવો વગેરે માં રાહત થાય છે.

વૈદ્ય પ્રવીણ હીરપરા

વૈદ્ય સુષમા હીરપરા

………….આરોગ્ય તીર્થ…

TejGujarati