રાજપીપલા ખાતે ભરૂચ-નર્મદા જિલ્લા નિવૃત્ત શૈક્ષણિક,બિન શૈક્ષણિક અધિકારી, કર્મચારીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ગુજરાત સમાચાર

રાજપીપલા, તા 2

રાજપીપલા એપીએમસી ખાતે
સપાદશતાબ્દિમહોત્સવ સમિતિ, રાજપીપલા હાઇસ્કૂલના ઉપક્રમે ભરૂચ-નર્મદા જિલ્લા નિવૃત્ત શૈક્ષણિક,બિન શૈક્ષણિક અધિકારી, કર્મચારીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારીઓમા
કે.ડી. બગડા,આર.એસ.ગોલ,
એન.કે. મકવાણા,ભદ્રાબેન વશી,તેમજ મહેશભાઈ પટેલ.,કુંજ વિહારી ભાવસાર, દિનેશ પાઠક, મહેશભાઈ દલાલ વગેરે આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

રાજપીપલા મા પહેલી વાર નિવૃત્ત અધિકારીઓ તથા સરકારી કર્મચારીઓનો સ્નેહ મિલન દ્વારા ભેગા થવાનો મોકો મળ્યો હતો. જેમાં ઉપસ્થિત નિવૃત્ત થયેલા જિલ્લાશિક્ષણાધિકારીઓ
કે.ડી. બગડા,આર.એસ.ગોલ,
એન.કે. મકવાણાએ પોતાના કાર્યકાળ સમયના સંસ્મરણોને વાગોળ્યા હતા. ફરજ વખતે ઉપલા અધિકારીઓના ઓર્ડરનું પાલન કરવા માટે હાજી સર કહેવું પડતું હતું.સમય કરતાં પણ વધુ સમય ખૂબ કામ કરવું પડતું હતું. તે વખતના અધિકારીઓ અને કર્માચારીઓ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. હવે નિવૃત્તિ પછીનું જીવન મજાનું કોઈના રોકટોક વિનાનું સરસ જીવન વ્યતિત કરતાં હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આ ત્રણે નિવૃત્ત થયેલા જિલ્લાશિક્ષણાધિકારીઓ
કે.ડી. બગડા,આર.એસ.ગોલ,
એન.કે. મકવાણા નું શાલ ઓઢાડી સન્માન પણ કરાયું હતું. તેમણે સન્માનના પ્રત્યુત્તર મા તેમણે આયોજકોનો આભાર માની જુના મિત્રો કર્માચારીઓને મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ભરૂચ-નર્મદા જિલ્લા નિવૃત્ત શૈક્ષણિક,બિન શૈક્ષણિક અધિકારી, કર્મચારીઓનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું હતું. અને તેમની કારકિર્દીને બિરદાવી હતી. આ પ્રસંગે નિવૃત્તશિક્ષક અને પત્રકાર લેખક દીપક જગતાપ,અનેક એવોર્ડ વિજેતા પ્રાથમિક શિક્ષિકા નમીતાબેન મકવાણાનું તથાસમિતિના મુખ્ય આયોજક મહેશભાઈ દલાલ, પ્રમુખ કુંજવિહારી ભાવસાર, ઉપપ્રમુખ દિનેશભાઇ પાઠક, સહ મઁત્રી રાકેશ ત્રાગડ, નવીન પટેલ, વિજય ભાવસાર, દિનેશ પટેલ, વગેરેનું પણ સન્માન કરાયું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાકેશભાઈ ત્રાગડે કર્યું હતું

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati