રાજપીપલાનાં યુવા પત્રકાર વિપુલ ડાંગીને બેસ્ટ પત્રકારત્વ એવોર્ડથી નવાજી સન્માનિત કરાયાં

ગુજરાત સમાચાર

રાજપીપલા, તા2

નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં રાજપીપલાનાં યુવા પત્રકાર એવાં વિપુલ ડાંગીએ ઉભરતી યુવાની કાળમાં પત્રકારત્વ ક્ષેત્રે સારી એવી નામના અને ખ્યાતિ મેળવી છે તેઓનું લોક શાહીનો ચોથો જાગીર સ્થંભ તરીકે ઓળખાતા મીડિયા જગતની દુનિયામાં બેસ્ટ પત્રકારત્વનું બિરૂદ આપી ગ્રેવા ફિલ્મ આયોજીત ગુજરાત સીને મીડિયા સ્પેશિયલ એચિવમેન્ટ એવોર્ડ – 2021થી નવાજી સન્માનિત કરવામાં આવ્યાં છે તેમનાં આ સન્માનને પગલે સમાજ અને જિલ્લાનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે તેમનાં આ સન્માને જિલ્લાની સોનેરી ચમકતી મોર પીંછમાં વધારો કર્યો છે

પત્રકાર ક્ષેત્રના જગતમાં લોકોની પડખે રહી પ્રજાહિતમાં હરહંમેશ માટે અન્યાય શોષિત,વંચિતો,ગરીબોની અભિવ્યક્તિનો અવાજ મીડીયાનાં માધ્યમથી તંત્ર,સરકાર લોકો વચ્ચે મુકી ઉજાગર કરી ન્યાયિક કાર્ય સુપેરે પાડ્યાં સેવાભાવી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયને ગરીબ જરૂરિયાતમંદ લોકોને ધાબળા,કપડાં,સેવટરો,શૈક્ષણિક કીટ,ચંપલ જેવી જીવન જરૂરી સામગ્રીઓ આપવાનું કાર્ય બખુબી પણે કરી રહ્યાં છે

નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં રાજપીપલાનાં યુવા પત્રકાર એવાં વિપુલ ડાંગીએ ઉભરતી યુવાની કાળમાં પત્રકારત્વ ક્ષેત્રે સારી એવી નામના અને ખ્યાતિ મેળવી છે તેઓનું લોક શાહીનો ચોથો જાગીર સ્થંભ તરીકે ઓળખાતા મીડિયા જગતની દુનિયામાં બેસ્ટ પત્રકારત્વનું બિરૂદ આપી ગ્રેવા ફિલ્મ આયોજીત ગુજરાત સીને મીડિયા સ્પેશિયલ એચિવમેન્ટ એવોર્ડ – 2021થી નવાજી સન્માનિત કરવામાં આવ્યાં છે તેમનાં આ સન્માનને પગલે સમાજ અને જિલ્લાનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે તેમનાં આ સન્માને જિલ્લાની સોનેરી ચમકતી મોર પીંછમાં વધારો કર્યો છે

વડોદરા શહેરનાં આજવા રોડ પાસેના પંડિત દીનદયાળ હોલ ખાતે તા.30 /12 /2021નાં રોજ ગ્રેવા ફિલ્મ આયોજીત ગુજરાત સીને મિડિયા સ્પેશ્યલ એચીવમેન્ટ એવોર્ડ- 2021નું ભવ્યાતિભવ્ય એક કાર્યક્રમનું રંગારંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઉમદા કામગીરી કરી સર્વ શ્રેષ્ઠ કાર્ય થકી ગુજરાતની ગૌરવ અને ખમીરવંતી ધરતી પરનાં ચમકતાં સિતારા બની ગુજરાતને ગૌરવ અપાવનાર એવા 150 જેટલા પત્રકાર, શિક્ષકો,ઉદ્યોગપતિ, સાહિત્યકારો, ફિલ્મ સંગીત જગતનાં કલાકાર- કસીબીઓને બેસ્ટ એચિવમેન્ટ એવોર્ડ આપી બિરદાવીને સન્માનિત કરવામાં આવ્યાં છે અને ગુજરાતનું ગૌરવ વધારનાર એવોર્ડ વિજેતા ચમકતાં સીતારાઓની ગુજરાત સીને મીડીયા એવોર્ડથી સન્માનિત લોકોની એક વિસ્તૃત સભળ માહિતી સાથે પુસ્તિકા પણ વિમોચન કરી બહાર પાડવામાં આવી છે નર્મદા જિલ્લાનાં યુવા પત્રકાર એવાં વિપુલ ડાંગીએ પત્રકાર ક્ષેત્રના જગત દુનિયામાં લોકોની પડખે રહી પ્રજા- લોકહિતનાં પ્રશ્નોની જટીલ સમસ્યાઓને લઈ હરહંમેશ માટે દરેકની અવાજનો ભાગ બની અન્યાય શોષિત,વંચિત,ગરીબોની અભિવ્યક્તિના અવાજને વાંચા આપવા અગ્રેસર બની એક આગવું પત્રકારત્વ થકી મીડીયાનાં માધ્યમથી તંત્ર, સરકાર લોકો વચ્ચે પીડિતોની લાગણી ભાવનાની દાસ્તાનીનો અરીસો રજુ કરીને સમસ્યાને ઉજાગર કરી ન્યાયિક કાર્ય સુપેરે પાડ્યું છે

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati