ખુશ્બુ ખાન – ભગવદ્દ ગીતા ક્વિઝ મહાઅભિયાનમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે !

ગુજરાત સમાચાર

રાજપીપલાના આચાર્યએ
દીકરીને 1111
રૂપિયા નું રોકડ ઈનામ અને પાંચ જોડી કુર્તા નું ઇનામ આપ
પી પ્રોત્સાહિત કર્યા

ગીતા પર 900 થી વધારે ક્વિઝ આપી.

રાજપીપલા, તા 2

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રાલયનાં સહયોગથી Edutor App દ્વારા આયોજિત શ્રીમદ ભગવદ્ ગીતા ક્વિઝ મહાઅભિયાનમાં
ભગવદ્ ગીતાની
સ્પર્ધામાં સમગ્ર દેશમાં પ્રથમ
નંબરે આવી છે. તેણે ગીતા પર 900 થી વધારે ક્વિઝ આપીહતી.

એને પ્રોત્સાહિત કરવા રાજપીપળાની શાળા નંબર
4 માં આચાર્ય તરીકે ફરજ
બજાવતા ડૉ. કલ્પેશ મહાજન
દ્વારા એડિટર એપ દ્વારા
આયોજિત ભગવદ્ ગીતાની
સ્પર્ધામાં સમગ્ર દેશમાં પ્રથમ
નંબરે આવનાર દીકરીને 1111
રૂપિયા નું રોકડ ઈનામ અને પાંચ જોડી કુર્તા નું ઇનામ આપ
પી પ્રોત્સાહિત કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે
કે ડોક્ટર કલ્પેશ મહાજન પોતે
સંસ્કૃતમાં પીએચડી કરેલ છે
અને પોતે ધોરણ છ સાત આઠ
ના સંસ્કૃત ના પાઠ્ય પુસ્તક ના
લેખક છે આ ઉપરાંત અનેક
પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ
પોતે કરે છે ત્યારે સંસ્કૃત
ભાષાને પ્રચાર-પ્રસાર માટે
તેમણે આ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

વલસાડ જિલ્લાના ઉમરગામની સરકારી કન્યા શાળામાં સાતમા ધોરણમાં ભણતી મધ્યમવર્ગના પરિવારની આ તેજસ્વી મુસ્લિમ વિદ્યાર્થિનીએ હિન્દૂ ધર્મના ગીતા કવીઝમા આ સિદ્ધિ હાંસલ કરી છે.

ખુશ્બૂના પિતા અબ્દુલમાબુદ ખાન ત્યાંનીજી.આઇ.ડી.સી.માં કામ કરેછે તેમણે પોતાની દીકરીની આ સિદ્ધિ બદલ ગૌરવની લાગણી અનુભવી હતી.

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati