વૈષ્ણોદેવી અને અન્ય અકસ્માતની દુર્ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુ તરફથી સહાય

ધાર્મિક

 

થોડા દિવસો પૂર્વે જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી ખાતે મંદિર પરિસરની અંદર ભાગદોડને કારણે દુર્ઘટના થઈ હતી જેમાં ૧૨ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. એ જ રીતે હરિયાણાના ભિવાની જિલ્લામાં ખાણમાં ખોદકામ દરમિયાન થયેલા ભૂસ્ખલનને કારણે ચાર લોકોના મૃત્યુ થયા હતા. એ ઉપરાંત રાજકોટની અમુક શાળાઓના વિદ્યાર્થીઓ એક સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયા હતા અને પરત આવતી વખતે તેમના વાહનને તારાપુર ચોકડી નજીક અકસ્માત થયો હતો જેમાં પાંચ આશાસ્પદ યુવાન વિદ્યાર્થીઓ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.

અકસ્માતની આવી વિવિધ દુર્ઘટનાઓમાં પામેલા લોકોના પરિવારજનોને શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે મોરારીબાપુએ પ્રત્યેકને રૂપિયા 5,000 પ્રમાણે રૂપિયા એક લાખ પાંચ હજારની સહાય મોકલવા જણાવેલ છે. રામકથાના શ્રોતાઓ દ્વારા આ રકમ મૃતકોના પરિવારજનોને પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરેલ છે અને તેમના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરેલ છે.

TejGujarati