કોરોનાનાં કપરાં કાળમાં લોકડાઉન શબ્દને સમજ્યા હતાં એને ભોગવ્યા પછી નિરાંતનો દમ લીધો હતો. – કુલીન પટેલ ( જીવ ).

ઓટોમોબાઇલ ગુજરાત ભારત મનોરંજન સમાચાર

કોરોના નાં કપરાં કાળમાં માં લોકડાઉન શબ્દ ને સમજ્યા હતાં એને ભોગવ્યા પછી નિરાંત નો દમ લીધો હતો,

ત્યાં તો કોરોના ની ત્રીજી લહેર ઓમિક્રોમ ને સાથે લઈને લ્યો આ બે હજાર બાવીસ આવી ગ્યું..

શિક્ષણ અને ધંધા રોજઘાર ની ગાડી પાટે ચઢી હતી, સિનેમા હોલ અને રેસ્ટોરન્ટ આનંદ ની લહેર કરાવતા હતાં,

લગ્નસમારંભ અને રેલીઓ માં મશગુલ થતાં હતાં ને લ્યો આ બે હજાર બાવીસ આવી ગ્યું…

સિનેમાગૃહો માં ત્રણ કલાક ની પિક્ચર જોવાની ટેવ પાડી હતી,

હવે લોકડાઉન માં ટીવી નાં પદડે વેબસિરીઝ ની આદત પાડી દીધી,

બજારોની ભીડમાં ખરીદી કરવાની ટેવ હતી,

હવે ઓનલાઇન કરતાં થયાં ને લ્યો આ બે હજાર બાવીસ આવી ગ્યું…

કુદરતી પ્રકોપને વાવાઝોડાં નાં જુદાં જુદાં નામે સમજ્યા હતાં,

ભારે વરસાદ થી થયેલાં નુકસાન ને સમાચારો દ્વારા સમજ્યા હતાં,

પોઝિટિવ શબ્દ ને નેગેટિવ સમજવા લાગ્યા ને લ્યો આ બે હજાર બાવીસ આવી ગ્યું..

આખું વીસ અને એકવીસ કોરોના કોરના કરતાં રહ્યાં, ને એમીક્રોમ લઈને લ્યો આ બે હજાર બાવીસ આવી ગ્યું,

જીવ હજુતો આનંદ માં જીવતા શીખ્યો તો,

મીત્રો અને ચિત્રો સાથે સમય વિતાવતો હતો ને લ્યો આ બે હજાર બાવીસ આવી ગ્યું…

કુલીન પટેલ ( જીવ )

TejGujarati