*આવી પણ શ્રદ્ધા હોઈ શકે ખરી…??*એક સત્ય ઘટના પર આધારિત.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

આ મેસેજ એક સત્ય ઘટના પર આધારિત છે અને શંખેશ્વર દાદા માટે ની ભક્તિ શુ કરી શકે એનું એક જીવંત ઉદાહરણ છે

વાત છે નવસારી ના *જયેશભાઇ કાલિયાવાડી* ની જેઓ પાછળ ના લગભગ *23 વર્ષ થી 276 વાર અખંડ* દર મહિના ની વદ દશમ નો શંખેશ્વર દાદા ના પક્ષાલ નો લાભ આ પરિવાર લે છે એક ક્ષણ માટે વિચારો તો ખરી કે શંખેશ્વર માં દર વદ દશમ ના દિવસે ચડાવો લાખો મણ માં જાય છે ને આ વ્યક્તિ દર વદ દશમે આ જ પરિવાર કેટલા ભી મણ માં આવે લાભ આ જ પરિવાર લે છે

ફક્ત જાણકારી માટે કહું છું પાછળ ના પોષી દશમ નો ચડાવો *ઊંચી બોલી બોલીને* આ પરિવાર ને મળ્યો હવે આપ જાણો જ છો કેટલા મણ માં ગયો તો અને ત્યાં મણ નો કેટલો ભાવ છે ને હર વદ દશમ નો લાભ આમનો જ હોય છે

આવી ભક્તિ ના ભાવ ક્યાંથી આવ્યા આ મનમાં જાણવા માટે વિચાર આવ્યો અને તેમના મિત્રો પાસે થી જાણ્યું ત્યારે સમજાયું કે શુ આવી પણ ભક્તિ હોઈ શકે

એમના *માતુશ્રી સરોજબેન વસ્તુપાલ ભાઈ* શાહ જેઓ એ *504* અઠ્મ કર્યા અને એ પણ અઠમના પારણે ઘર નું વાસ્તુ હતું અને ત્યારે મમ્મી ના બન્ને આંખ નું વિઝન જતું રહ્યું અને એ સમયે જયેશભાઇ ને મન માં ખૂબ દુઃખ થયું કે મમ્મી નવું ઘર જોઈ શકે એટલે તો ઘર માટે ઉતાવળ કરી અને હવે એજ જોઈ ના શકે તો શું મતલબ…આમ જયેશભાઇ ચિંતા માં આવી ગયા અને ત્યારે દાદા ને ખૂબ યાદ કર્યા અને થયો ચમત્કાર બે આંખ માંથી એક આંખ નું વિઝન 3 દિવસ પછી પાછું આવી ગયું..દાદા માટે શ્રદ્ધા તો અત્યંત હતી જ પણ આ ઘટના પછી તો એમણે દાદા ને નિહાળ્યા સાક્ષાત માણ્યા…બસ વદ દશમ નો પક્ષાલ પણ આ ભક્તિ નું સ્વરૂપ છે બાકી કોઈ સાંસારિક અપેક્ષા નહીં બસ દાદા ની ભક્તિ ભક્તિ ને ભક્તિ જ…

?સાચું કહીએ ને તો આવી ગજબ ની શ્રદ્ધા જો આપણા માં હોય ને તો દુનિયા ની કોઈ તકલીફ આપણ ને ના નડે ને દાદા સિવાય ક્યાંય માથું જુકાવું ના પડે પણ ક્યાંક ને ક્યાંક આપણી શ્રદ્ધા દાદા માટે કાચી પડે છે

હવે મુદ્દા ની વાત કરીએ તો દર વદ દશમ દાદા ના પક્ષાલ નો ચડાવો લેવો એટલે રકમ ની વાત જ ક્યાં હોય 23 વર્ષ એટલે લગભગ 276 વાર દાદા નો અખંડ પક્ષાલ કર્યો ને પાછું દાદા ને કેવાનું મારે કઈ જોઈતું નથી બસ તારા પક્ષાલ નો લાભ મળે એટલું કરી આપજે તારો પક્ષાલ જ મારા માટે સર્વસ્વ છે સાચું કહીએ ને તો આવી ગજબ ની શ્રદ્ધા છે ત્યારે જ પક્ષાલ અખંડ છે…

આ પોષ દશમ ના માટે પણ દાદા ના પક્ષાલ માટે તૈયાર હતા ચડાવો મોટી બોલીમાં ઊંચા મણ સુધી બોલાનો જયેશભાઇ ને તો લેવાનો જ હતો પણ ત્યાં ગુરુભગવંતે અને બીજા ભક્તો એ એમને કીધું કે તમે તો દર વરસે લો જ છો આપણે દાદા ના ભક્તો જો તમારી સામે આટલા ઊંચા મણ સુધી બોલી શકતા હોય તો તમારે એમના ભાવો ને જોવો અને આ વખતે તમે એમને લાભ આપો અને દાદા સામે જોયું અને ગુરુ ભગવંત આપ કો એમ તહતી કેવો ગજબ નો વિનય અને વિવેક… અને જયેશભાઇ સાહેબજી ને કહે છે મને તો ગર્વ છે કે મારા દાદા ના આવા ભક્તો… બસ એજ કારણ થી હૃદય ની ઉદારતા થી આ વખતે ચડાવો જવા દીધો અને બસ દાદા સામે ભીની આંખે જોતા રહ્યા ત્યાના દરેક કર્મચારી ના આંખો ના અશ્રુ થી આજે દાદા નો પક્ષાલ થયો કેવી ઉદારતા…કેવી દાદા ની ભક્તિ…

તો આવા છે આપણા શંખેશ્વર ના દાદા

ચાલો સૌ મળીને બોલીએ

શંખેશ્વર સાહેબ સાચો

બીજા નો આશરો કાચો..

બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય

✍️ *સંઘવી આશિષ કાંકરિયા*

ટીમ હૃદય પરિવર્તન

TejGujarati