અમદાવાદ રેડક્રોસ સોસાયટી તરફથી 2019-21 વર્ષ માટે સ્ટાર કેમ્પ ઓર્ગેનાઇઝરની ટ્રોફી રાજ્ય સભાના સભ્ય અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરિ અમીનના વરદ હસ્તે યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, અમદાવાદ બાપુનગર વતી સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ અને યુનિટ ફાઉન્ડર મુકેશ પડસાળા(સાયકલીસ્ટ) અને યુનિટ ચેરમેન રોહિત પટેલ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આજ રોજ 30 ડિસેમ્બર 2021 ના રોજ સ્વીકારવામાં આવી તે ક્ષણની તસ્વીર… વર્ષ 1990 થી સતત નામી અનામી સંસ્થાઓ, રક્તદાતાઓ અને મિત્રોના સપોર્ટથી આ બહુમાન પ્રાપ્ત થયું છે. રેડક્રોસ સોસાયટીના સૂર્યકાન્ત નાયકનો સતત સહકાર સાંપડી રહ્યો છે…
આ અગાઉ વર્ષ 2003 માં ગુજરાત સરકાર દ્વારા તત્કાલીન આરોગ્ય મંત્રી આઈ કે જાડેજા ના વરદ હસ્તે સંસ્થાના મુકેશ પડસાળા અને રાજીવ દેસાઈ તેમજ અમદાવાદ રેડક્રોસ સોસાયટી દ્વારા ફિલ્મી કલાકાર પરીક્ષિત સાહનીના વરદ હસ્તે કમલેશ કાયસ્થ અને જીતેન્દ્ર રાખોલિયાએ ટ્રોફી સ્વીકારી હતી.