તારા વગર ચાલવાની કોશિશ તો હું કરું છું છતાં પણ, લાગે જયારે ઠોકર ત્યારે તારા જ સહારાની કામના કરું છું—મમ્મી. – ✍?સારિકા રાઈચુરા.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

તારા વગર ચાલવાની કોશિશ તો હું કરું છું

છતાં પણ, લાગે જયારે ઠોકર ત્યારે તારા જ સહારાની કામના કરું છું—મમ્મી.

I am student of medical college…so as per government rule, I have to go village and stay there for 1 year…

માટે હું ખૂબ જ દુઃખી દુઃખી થઈને ગામડાની સરકારી હોસ્પિટલમાં નોકરી કરવા માટે હાજર થવા નું મે નકકી કયુઁ. મારા મમ્મી પપ્પા નો સ્વભાવ ખૂબ જ ચિંતા વાળો માટે મારી મમ્મીએ પણ મારી સાથે ગામડામાં એક વર્ષ સુધી રહેવાનું નક્કી કર્યું અને મેં ઉલટી ગિનતી ગણવાનું ચાલુ કરી દીધું કે હવે મારે 365….364…363….362 days પછી હું પાછી અમદાવાદ જતી રહીશ …..

મારે આ વષઁ ખાલી ને ખાલી ટાઇમપાસ કરવાનો હતો કારણ કે જો હું ગામડાની સરકારી હોસ્પિટલમાં એક વર્ષ સુધી નોકરી ન કરું તો મારે bond ના પાંચ લાખ રૂપિયા જતા કરવા પડે તો મારા મમ્મી પપ્પાના 5 lacs બચાવવા માટે મેં ગામડાની હોસ્પિટલમાં નોકરી કરવા માટે મારા “મનને- કમને” મનાવી લીધું.

1 year _______365 days_______કઇ રીતે પસાર થશે??

મને તો ડે વનથી જ ડોમિનોઝ પિઝા મારા પપ્પા જેટલા જ યાદ આવવા લાગ્યા…..ચાર રસ્તા ઉપરનો પાણીપુરી વાળો ભૈયા મને મારા ભાઈ જેટલો જ યાદ આવવા લાગ્યો…..મને મોલ-મલ્ટિપ્લેક્સ, cafe, રિવરફ્રન્ટ, કાંકરીયા આ બધું ખુબજ યાદ આવતું.

મને મારા ફ્રેન્ડ સાથે વિતાવેલી દરેક ક્ષણ ખૂબ જ યાદ આવતી

પણ તેને કહેવાય દિલ પર પથ્થર મૂકીને મેં આ એક વર્ષ જેમતેમ વિતાવવનુ નક્કી કર્યું…. ગવર્મેન્ટ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલ જેટલું કામ રહેતું ન હતું પણ સ્ટાફ ઓછો હતો માટે મારે થોડે મોડે સુધી રોકાવું પડતું હતું.

હું તો મારી દુનિયામાં જ રચી પચી રહતી…. અને એવા જ ભરમ માં રાહેતી હતી કે I am a doctor…..i am very smart…i am something…..etc…etc…હોસ્પિટલમાં પણ બધાને હું તુચ્છ જ ગણતી હતી અને હું મારા ઉપર અને મારી હોશિયારી પર ખૂબ જ અભિમાન કરતી હતી.

મમ્મીને તો ડે વનથી ગામડામાં ગમવા લાગ્યું હતું….મારા જન્મ પહેલાં મમ્મી ટીચર હતી પણ સમયની જરૂરિયાતને સમજીને તેમણે જોબ મૂકી દીધી હતી પણ હવે તેમણે ફરીથી નાના ગરીબ બાળકોને ફ્રીમાં ભણાવવાનું ચાલુ કરી દીધું હતું.

રોજ રાત્રે મમ્મી મને તેની દિનચયાઁ કહેતી અને મને નવાઈ લાગતી કે આ લોકો કેટલા ભોળા છે……કેટલા બધા મહેનતુ છે….કેટલા પરોપકારી છે.

ધીરે-ધીરે મને પણ ગામમાં ખૂબ જ ગમવા લાગ્યું.

ધીરે ધીરે મારા મનમાં કમ્પેરીઝન થવા લાગી……

ગામડું V/S શહેર

ભોળપણ V/S શાળપણ,

ચોખ્ખી હવા V/S એરકન્ડીશન ની હવા,

સરળતા V/S લુચ્ચાઈ,

તાજી તરકારી V/S Refrigerate નાં vegetables.,

નિઁધન લોકોની નિખાલસતા V/S ધની માણસોની ખંધુતા.,

સંતોષ V/S અસંતોષ

ફકત ફરજની વાતો V/S ફકત હક્ક ની જ લડાઇ.

તહેવારો નું સેલિબ્રેશન…. લગ્નની પરંપરાગત ઉજવણી….બિમાર લોકો માટે ની ચિંતા….હળી મળીને કામ કરવા ની ખેવના, ટુંકમાં દુખ હોય કે સુખ બધા જ લોકો ભેગા ને ભેગા……

મમ્મી એ ધીમે ધીમે દીકરીઓને ભણાવા માટે પ્રોત્સાહિત કરવા લાગી ….પોતાના પગ પર ઉભા રહેવાના ફાયદા Examples આપીને સમજાવવા લાગી….કે જો વિજી માસી ભણેલા હોત તો માસા નાં અવસાન પછી તેમણે આ રીતે જીવવું ના પડત….આવી તો ઘણી વાતો કરી ને તેમણે દીકરીઓ નું ભણવાનું ચાલુ કરી દીધું.

12-13 વષઁ ની દીકરીઓને પિરિયડ વિષે સાચું જ્ઞાન ચોખ્ખાઈ વગેરે બાબતોથી માહિતગાર કરવા લાગી….દરેક એ દરેક સ્ત્રી ને પીરીયડ વિશે scientifically સમજાવી ને દરેક નાં મન નાં ભ્રમ સમાધાન કયુઁ.

લગભગ રોજ બપોરે બાર વાગે મમ્મીનો આ સેવાભાવી કૃત્ય ચાલુ થઈ જતું તે રાત્રે લગભગ 10-11-12 વાગ્યા સુધી ચાલતું.

મને થતું કે 10 થી 12 કલાક એકધારું લોકોને સમજીને સમજાવવાનું, નાના છોકરાને ભણાવવાના, નવી ટેકનોલોજી Google ઉપરથી શીખીને સરપંચ જોડે મંત્રણા કરી પ્રેકટિકલી પોસિબલ છે કે નથી… તે જોવાનું…. થોડી પણ આશા લાગે કે હા આ ટેક્નોલોજીથી ખેડૂતોને ફાયદો થશે તો તેમને સમજાવવાના…. આ આટલું બધું એકધારું કામ કરવામાં મમ્મીને ખૂબ જ આનંદ આવતો ….

મે મારી મમ્મી ને આટલી fresh and confident

ક્યારેય જોઇ ન હતી.

મમ્મીના ધ્યાનમાં તો હતું જ કે લોકોના ઘરે ગેસ ના હતા લોકો દુર દુર સુધી ચાલીને જતા અને વૃક્ષની ડાળી કાપી કાપી અને રસોઇ કરતાં ઘણા લોકો પ્રાઈમસ ઉપર જ રસોઈ કરતા, આ કામમાં સ્ત્રીઓ ના રોજના ૩ થી ૪ કલાક સહેજેય બગડી જતાં હતા અને ધીરે ધીરે વૃક્ષોની સંખ્યા પણ ઓછી થઈ જશે આ જ વિચારે તેમને બાયોગેસ પ્લાન્ટ વિશે વિચારવા માટે મજબૂર કરી દે છે….પછી તો “”એ તારી”” ગેસ,સુયઁ કુકર,

ઇલેક્ટ્રિક સગડી બધી જ વસ્તુઓ ની જાણકારી “Google ભાઈ” પાસેથી મેળવીને મારાજ બધા ફ્રેન્ડ જે લોકોએ બી.ટેક હમણાં જ પૂરું કર્યું હતું અને M.tech ભણતા હતા તે બધાની સલાહ લઈને લોકોની લાઈફ ખૂબ જ સરળ કરવામાં તેમને ખૂબ જ મદદ કરી….બેંક માં જઇ ને સબસીડી ની વિગતો જાણી લીધી…..સરકારી ઓફિસોમાં જઇ ને બધી યોજના અંતર્ગત કયા કયા લાભો મળે છે તે પણ ઊંડાણ થી સમજી લીધું….Ahmedabad ની એક સંસ્થા ને પણ મદદ માટે મનાવી લીધી…ના હો આર્થિક મદદ નહિ…પણ આ બધા કામમાં ગામમાં જલદીથી જલદી ચાલુ થાય તેમાં જે Technically guidelines મળી રહે તે મદદ.

તેને બધા નાં દુખ પોતાના જ લાગતા માટે તે તરત જ problem solve કરવા વિચારવા લાગતી…

પછી તો જે ત્રણ ચાર કલાક સ્ત્રીઓના રોજના બચતા તેમાંથી તેમને આર્થિક રીતે કઈ રીતે સદ્ધર થઇ શકાય તેવી ખેવનાથી તેમણે અમદાવાદની તેજ સંસ્થા સાથે મળી અને ટ્રેનિંગ સેશન ગોઠવી આપ્યો.

તે સંસ્થાએ ગામની સ્ત્રીઓ ને jute માંથી સરસ bags બનાવતા, માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવતા, તોરણો, ભરત ભરતાં…એવી તો ઘણી બધી વસ્તુઓ બનાવતા શીખવી દીધું.

અને અંતે ગૂગલ ભાઈ તો હતા જેના ઉપરથી મમ્મી જુદી-જુદી વસ્તુઓ શીખતી અને પછી ગામની સ્ત્રીઓને શીખવતી.

ધીરે-ધીરે ગામનું નામ પણ રોશન થવા લાગ્યું અને વ્યાપાર પણ વધવા લાગ્યો. આસપાસના ગામ નાં લોકો પણ અમારા ગામનું અવલોકન કરતા અને પ્રોત્સાહિત થતા.

હવે હું Doctor તરીકે ઓછી અને ઉષા બહેન ની દીકરી તરીકે વધુ ઓળખાતી હતી.

અચાનક તાળીઓના ગડગડાટ થયો અને હું ભૂતકાળમાંથી વર્તમાન માં આવી ગઇ. મારી મમ્મીના કરેલા સેવાભાવી પુરુષાર્થ બદલ તે ગામના લોકોએ મમ્મીની પ્રતિમાની સ્થાપના એક વિશાળ ચોકમાં કરી હતી તેનું ઉદ્ઘાટન કરવા મારું નામ બોલાયું અને મેં મારી વિચાર શૃંખલા ને વિરામ આપી અને હું ઉભી થઇ…..

મમ્મીની પ્રતિમાની અનાવરણ મારા હાથે કરવામાં મે આજે ખૂબ જ ગૌરવ અનુભવ્યું… સોનેરી ફ્રેમમાં મારી મમ્મીનું નામ “ઉષાબેન પુજારા” ઝગમગતું હતું…ખુશીથી મારી આંખો છલકાઇ ગઈ….

લોકોએ મારી મમ્મીના નામનો જયઘોષ કરવા માંડયો … મારી વેદના એ હતી કે જીવનભર મેં તેના નામનો કોઈ દિવસ જયઘોષ કર્યો ન હતો આજે પ્રથમ વાર મેં પણ તેના નામનો જયકારો કર્યો ત્યારે હું લજ્જિત થઈ ગઈ કે જાણે અજાણ્યે મે મમ્મી ને કેટલી બધી વખત આ બધું કરવા માટે ના પાડી દીધી હતી…

અચાનક સરપંચે કહ્યું કે આજથી આ ચોકનું નામ ઊષા ચોક છે

અને લોકોએ ચિચિયારી પાડીને હર્ષોલ્લાસથી વધાવી લીધું

આટલું બધું માન આજે ચોતરફથી મને મળતું હતું પણ મનમાં મને ખૂંચ્યા કરતું હતું કે આ માન ની હું ખરેખર હકદાર છું??

કાર્યક્રમ આગળ વધવા માંડ્યો અને પછી મને ધીમે-ધીમે ખબર પડી કે મારા અમેરિકા સ્ટડી માટે ગયા પછી મારી મમ્મીએ ગામલોકો માટે કેટલા બધા અભિયાન ચલાવીને આખા ગામનો ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું હતું આજે ગામમાં એક સારી હોસ્પિટલ,સારી કોલેજ, ઘરમાં ટોઈલેટ આ બધું મારી મમ્મીને જ આભારી હતું.

મમ્મી એ આખા ગામ પાસે સંકલ્પ લેવડાવ્યો હતો કે જેટલું કમાશો તેમાંથી 20 થી 25% ગામના વિકાસ માટે ફાળવશો.

પપ્પા ના ગયા પછી મમ્મી આજ ગામ માં આવી ને વસી ગયેલી

અને પપ્પાના PF, Gratuity, pension નાં પૈસા જરૂર પડે ત્યારે લોકોની જરૂરિયાત માટે વાપરતી. મને તો આજે ખબર પડી કે મારા દરેક દરેક ફ્રેન્ડ નવી- નવી ટેકનોલોજી જે પણ ગામનાં વિકાસ માટે જરુરી હોય તેનાથી મમ્મી ને માહિતગાર કરતા.

મમ્મી ને ક્યારેક તો મનમાં હું પણ મદદ કરું તેવો વિચાર આવ્યો હશે ને??? આશા તો થઈ હશે ને કે હું પણ ખૂબ જ ડોલર કમાવું છું તો થોડીક આર્થિક સહાય પણ કરુ!!

સંમેલન પત્યા પછી વડીલો મારા માથે હેતથી હાથ ફેરવતા અને ખૂબ જ હદયપૂર્વક આશીર્વાદ આપતા….અને નાના નાના છોકરાઓ તો મને આવી ને પગે લાગી જતાં જાણે મારા માં જ તેમને મારી મમ્મી ના દેખાતી હોય!!

મે નોંધ્યું કે હર એક આંખોમાં સ્નેહ ભાવ હતો…

હર એક શબ્દોમાં આશીર્વચન હતા…

અચાનક જ મારી આંખો મમ્મીની પ્રતિમાની આંખો સાથે ટકરાઇ અને જાણે એ પણ મને ખૂબ જ આશીર્વાદ આપતી હોય તેવો મને આભાસ થયો ને હું ઊભી થઇને દોડી ને મારી મા ને વળગી પડી અને ખૂબ જ રડી પડી.

અને અચાનક જ જાણે મારા ડૂસકાં મને સંભળાવવાના બંધ થઈ ગયા હોય મને લાગ્યું… મેં આજુબાજુમાં નિહાળ્યું તો દરેકે દરેક આંખો રડતી હતી……..આખું ગામ જાણે હિબકે ચડયું હતું…જાણે નદી ઉપર બંધ બાંધી રાખેલ હોય તેમ અત્યાર સુધી લોકો મહાપ્રયત્ને રડવાનું રોકી રાખેલું તે હવે બંધ હવે તુટી ને છલકાઇ ગયો હતો.

ન્યુજર્સીની ફ્લાઈટ મા આખા રસ્તે મને આ જ બધા દ્રશ્યો આંખ સામે આવ્યા રાખે મને લાગ્યું કે લોકો પોતાની જાત કે પોતાના ફેમિલી માટે તો બધા જ બધું કરી છૂટે પણ મમ્મી એ આખા ગામના લોકોને ચમત્કારિક રીતે બદલી દીધા હતા મમ્મી એ પોતાનું નામ નો સાચો “”અર્થ સાર્થક”” કર્યો હતો .

અંતે અમેરિકામાં મારી ઓફિસમાં પહોંચીને હું અંદર જવા લાગતી હતી ત્યાં જ મારી નજર મારી નેમ પ્લેટ ઉપર પડી…. સરસ કલાત્મક રીતે કેલીગ્રાફી શબ્દોમાં મઢેલુ મારું નામ સોનેરી અક્ષરોમાં જ હતું.દરેક વખતે હું મારી Name plate ને ખુબજ ગુમાન થી જોતી.. પણ આજે મને મારું નામ જોતી વખતે મારી જાત ખૂબ જ વામણી લાગી.

મેં મારી આસિસ્ટન્ટ નેમ પ્લેટ કાઢી નાખવા કહ્યું તો તેણે મને કારણ પૂછ્યું તમે હસતા હસતા કહ્યું કે ગામમાં મારી હોસ્પિટલની કેબીન પર લગાવવાની છે એટલે.

આમ મારા અભિમાનની મનમાં સ્નેહ નો સંચાર થયો.

મારા છીછરા વ્યક્તિત્વમાં પરિપક્વતાનો ઉદય થયો

મારા અંધકાર થી ભરેલા મનમાં નો ઉષા નો ઉદય થયો.

✍?સારિકા રાઈચુરા.

Graceful Dispersion.

TejGujarati