ગુજરાત સીને મીડિયા સ્પેશ્યલ એચિવમેન્ટ એવોર્ડ 2021થી નર્મદાના સિંધા પરિવારના ત્રણ સદસ્યોને સન્માનિત કરાયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગુજરાત સીને મીડિયા સ્પેશ્યલ એચિવમેન્ટ એવોર્ડ 2021થી નર્મદાના સિંધા પરિવારના ત્રણ સદસ્યોને સન્માનિત કરાયા

વિના મુલ્યે કેન્સર નિદાન માટે ડો.દમયંતીબા સિંધાને, દીકરી
દેવાંશીબા ને તલવારબાજી માટે અને શિક્ષણક્ષેત્ર માટે પ્રદીપસિંહ સિંધાને એવોર્ડથી સન્માનિત કરાયા

રાજપીપલા, તા 31

ગુજરાત સીને મીડિયા સ્પેશ્યલ એચિવમેન્ટ એવોર્ડ 2021થી નર્મદાના સિંધા પરિવારના ત્રણ સદસ્યોને સન્માનિત કરાયાહતા. જેમાં વિના મુલ્યે કેન્સર નિદાન માટે ડો.દમયંતીબા સિંધાને, દીકરી
દેવાંશીબા ને તલવારબાજી માટે અને શિક્ષણક્ષેત્ર માટે પ્રદીપસિંહ સિંધાને એવોર્ડથી સન્માનિત કરાયાહતા.
ગુજરાત સીને મીડિયા સ્પેશ્યલ એચિવમેન્ટ એવોર્ડ 2021 ગ્રીવા પ્રોડ્યુસર દ્વારા વડોદરા મુકામે ગુજરાતના ગૌરવ સમાન સામાજીક કાર્યક્રર ,સાહિત્યકારો ઉદ્યોગપતિ પત્રકાર,સંગીત તેમજ ફિલ્મ સાથે જોડાયેલા કલાકાર-કસબીઓ અને ગુજરાતનુ ગૌરવ વધારનાર ને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સંસ્કારી નગરી વડોદરા ખાતે સુરતના જાણીતા ઉદ્યોગપતિ જેણે 4500 જેટલી દીકરીઓનું પોતાના ખર્ચે કન્યાદાન તેમજ કરિયાવર આપી દીકરીના લગ્ન કરાવનાર મહેશભાઈ સવાણી,શિક્ષણ જગતના લોકપ્રિય પૂર્વ શિક્ષણ અધિકારી અને પૂર્વ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ અમદાવાદ શહેરના શિક્ષણ અધિકારીના હસ્તે માનવ સેવાના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ડો દમયંતીબા સિંધા ,દેવાંશીબા સિંધા તથા પ્રદિપસિંહ સિંધા ને સન્માનિત કરી એવોર્ડ આપવામાં આવ્યાહતા.
આ સિંધા પરિવારે રાજપૂત સમાજ સાથે આખા ગુજરાતનુ અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.મોર ના ઇંડા ચીતરવા ના પડે એ કહેવત અનુસાર દીકરી દેવાંશીબાને રાજપૂત બાઈસા તલવારબાજીનો એચિવમેન્ટ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાહતા. જયારે પ્રદિપસિંહસિંધાને શિક્ષણ ક્ષેત્ર ની કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાહતા.

તથા સામાજિક કાર્યકર તરીકે સેવાની ધૂણી ધખાવી અંતરિયાળ ગામો સુધીસેવાની જ્યોત જલાવનાર કેન્સર સ્પેશશીયલિસ્ટ ડો દમયંતીબા સિંધા કે જેઓ વિનામૂલ્યે કેન્સરનો ઈલાજ કરે છે. અને કોરોના માં ખૂબ સારી સેવા આપી નિસ્વાર્થ ભાવે દર્દીઓની સેવા કરી અસંખ્ય દર્દીઓને સાજા કર્યા. ઉકાળાનું વિતરણકર્યું.કોરોના કીટનું વિતરણ કરી અસંખ્ય લોકોને
મોતના મુખમાંથી ઉગાર્યા.તેઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બન્યા છે. એવા માનવતાવાદી ડૉ.દમયંતી બા કેન્સર જેવી દારૂણઅને મોંઘી બીમારીની સારવાર માત્ર એક રૂપિયામાં કરે છે. એ પણ પોતાના માટે ગાયના સંરક્ષણ માટે કરે છે.અને આમ ગૌ સેવા કરે છે.દમયંતી બા વનસ્પતિ અને જડીબુટ્ટી માંથી દવા તૈયાર કરે કેન્સર લકવા ડાયાબિટીસનેનિસંતાન ,ચામડીના રોગો, સફેદ કોઢ કિડનીની પથરી નો ઈલાજ કરે છે. અને કેન્સર ની દવા બનાવી અનેક લોકો ની સારવાર કરે છે લકવાના દર્દીઓને વનસ્પતિ માંથી દવા પીવડાવી જે દર્દીઓ પથારીવશ હતા અને આજે ઉભા કર્યા છે.કોરોના દર્દીઓને પણ સારવાર કરી કોરોના પોઝિટિવ માંથી સાજા કરી નેગેટિવ બનાવ્યા છે. 0 થી 12 વર્ષના બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પુષ્ય નક્ષત્રમાં વિનામૂલ્યે પીવડાવે છે. આવી અનેકવિધિ સેવાઓ માટે તેમને સન્માનિત કરાયા હતા.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati