મૂંગા પડછાયા ..! – બીના પટેલ.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

ગગન ભરીને વાયરા અપાવ્યા તોય ,

શ્વાસ આયખાના કેમ ખૂટ્યાં , તારાં ….

સાત સમુંદર આંખમાં છુપાવ્યા તોય ,

આંખનાં ખૂણા કેમ

ભીંજાયા તારાં …

કોડિયાંના તેજે ભીતર ઉજાળ્યા તોય ,

કિતાબી સંબંધ કેમ સ્યાહીમાં રેલાયા તારાં …

મૂંગા પડછાયાના પગલે જોને તેડાવ્યા તોય ,

યાદોનાં સિક્કા

બાજીમાં કેમ મુકાવ્યા તારાં …!!

-બીના પટેલ

TejGujarati