ન્યુ યર પાર્ટી કરવાનું પ્લાનિંગ હોય તો માંડી વાળજો!

ગુજરાત સમાચાર

અમદાવાદ પોલીસ દ્વારા એક વિશિષ્ટ રીતે જ ચેતવણી આપવામાં આવી છે કે આ વખતે નવા વર્ષની ઉજવણીમાં અમારા મહેમાન બનતા નહીં. નહીંતર ભારે પડશે.
દેખીતી રીતે તમે 31મી ડિસેમ્બરે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તમે ઉજવણી અને પાર્ટીના મૂડમાં હશો.
પરંતુ દેશમાં કોરોના -19 ના ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપથી વધી રહેલા કેસોએ તમારા ઉજવણીના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.
આ વખતે તમે નવા વર્ષનું સ્વાગત પણ કરશો પરંતુ તમારે રસ્તો બદલવો પડી શકે છે. દેશની ઘણી રાજ્ય સરકારોએ કોવિડ-19 સંબંધિત નવી માર્ગદર્શિકા લાગુ કરી છે. આ સાથે કોવિડથી બચવા તકેદારી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે. જો તમે પાર્ટીમાં જાવ છો તો પહેલા જાણી લો કે ક્યાં અને કયા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
વર્ષ 2022 પહેલા દિલ્હીમાં ઓમિક્રોનના કેસ વધવાને કારણે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ્સ અને બાર વગેરે 50 ટકા ક્ષમતા સાથે શરૂ રાખવાના આદેશો આપવામાં આવ્યા છે.
મુંબઈમાં બીમસી દ્વારા કોઈ પણ પ્રકારની ન્યુ યર પાર્ટી કે સેલિબ્રેશન પર જ પાબંદી લગાવેલી છે. 31 ડિસેમ્બરની રાત્રે મુંબઈમાં કોઈ પણ રેસ્ટોરન્ટ, ક્લબ, હોટલ કે બીજી કોઈ પણ જગ્યાએ પાર્ટી કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. મુંબઈમાં આ પાબંદીઓ 7 જાન્યુઆરી 2022 સુધી લાગુ રહેશે.
ચેન્નાઈમાં તમિલનાડુ સરકાર દ્વારા ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી વચ્ચે રાત્રે 12 થી 5 દરમિયાન જાહેર રસ્તાઓ પર વાહનોની મુવમેન્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે જરૂરી સર્વિસીઝ અને ઇમર્જન્સી સર્વિસ પર કોઈ પાબંદી નહીં હોય.
બેંગલોરમાં પોલીસ આખી રાત નાકાબંધી કરશે તેવી જાહેરાત કરી હતી. શહેરમાં સખત પ્રોટોકૉલ્સ લાગુ કરવામાં આવ્યા છે. લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પણ આમાં સપોર્ટ કરે.

TejGujarati