સમાજવાદી પાર્ટીમાં ગભરાટ વધ્યો

ભારત સમાચાર

પરફ્યુમના વેપારી પીયૂષ જૈન બાદ હવે ડીજીજીઆઈની ટીમે પરફ્યુમના વેપારી એસપી એમએલસી પુષ્પરાજ જૈનના સ્થાને દરોડા પાડ્યા છે. પુષ્પરાજ જૈન પણ SP MLC છે અને તેમણે સમાજવાદી પરફ્યુમ બનાવ્યું હતું. અખિલેશ યાદવે 9 નવેમ્બરે સમાજવાદી પરફ્યુમ લોન્ચ કર્યું હતું. પરફ્યુમ બિઝનેસમેન પુષ્પરાજ જૈન ‘પમ્પી’ અને અન્ય એક પરફ્યુમ કંપની પર કરચોરીની માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતાં. GST વિજિલન્સ ટીમ કાનપુર, કન્નૌજ, બોમ્બે, સુરત, ડીંડીગુલ  સહિત 8 જગ્યાઓમાં સર્ચ કરી રહી છે.
દરોડાના વિરોધમાં સમાજવાદી પાર્ટી હવે ખુલ્લેઆમ સામે આવી છે. યુપીમાં ચાલી રહેલા ટેક્સ દરોડા અંગે સમાજવાદી પાર્ટીએ કહ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજમાં પ્રેસ કોન્ફરન્સની જાહેરાત કરતાની સાથે જ ભાજપ સરકારે એસપી એમએલસી પમ્પી જૈનના સ્થાને ગેરીલા કાર્યવાહી શરૂ કરી દીધી. ભાજપનો ડર અને ગુસ્સો સ્પષ્ટ છે. જનતા ભાજપને પાઠ ભણાવવા તૈયાર છે! પીયુષ જૈન ભાજપી છે અને પમ્પી જૈન એસપી છે એવું જ્યારે સાબિત થઈ ગયું છે. પીયૂષ જૈનના ઘરમાંથી કરોડો રૂપિયાની નોટો મળી આવી છે પણ SP MLC પમ્પી જૈન સ્વચ્છ છે ત્યારે ભાજપે આજે પમ્પી જૈનની જગ્યાઓ પર દરોડા પાડીને પોતાનો રોષ ઠાલવ્યો છે. જનતા યોગ્ય જવાબ આપશે.
આપને દઈએ કે, આ પહેલાં કરચોરીની આશંકાના આધારે ડીજીઆઈની ટીમે 22 ડિસેમ્બરે કાનપુરમાં પરફ્યુમ અને કમ્પાઉન્ડના વેપારી પીયૂષ જૈનના ઘરે દરોડો પાડ્યો હતો, જે શહેરના છિપટ્ટી મોહલ્લામાં રહે છે. આ દરમિયાન ટીમને ઘરમાંથી 177.45 કરોડ રૂપિયા મળ્યા હતાં. જે બાદ ટીમે 24 ડિસેમ્બરે કન્નૌજના છિપટ્ટી મોહલ્લામાં પૈતૃક આવાસ પર દરોડા પાડ્યા હતાં. ટીમે સતત 5 દિવસ સુધી પૈતૃક મકાનમાં તપાસ કરી દરોડા પાડ્યાં હતાં. 5 દિવસ સુધી ચાલેલા દરોડાનો આખરે અંત આવ્યો છે. ટીમને પૈતૃક મકાનની દીવાલો, ભોંયરાઓમાંથી 19 કરોડ રોકડા, 23 કિલો સોનું અને 600 કિલો ચંદનનું તેલ મળી આવ્યું હતું.
ડીજીજીઆઈના એડિશનલ ડાયરેક્ટર ઝાકિર હુસૈને જણાવ્યું કે પંચનામું પાંચમા દિવસે કરવામાં આવ્યું હતું. જે પણ આવાસમાંથી મળી આવ્યું હતું તે સોંપવામાં આવેલ છે. જ્યારે સોનું ડીઆરઆઈને તપાસ માટે સોંપવામાં આવ્યું છે. કાનપુરમાં સોનું મળ્યું એ જુદું છે. કન્નૌજના ઘરમાંથી 23 કિલો સોનું મળી આવ્યું છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે આ અત્યાર સુધીની સૌથી મોટી કેશ રીકવરી છે.

TejGujarati