અમદાવાદ સિવિલ હોસ્પીટલે ત્રીજી લહેર સામે કમર -પટ્ટા બાંધ્યા; 1200 પથારી રિઝર્વ્ડ,ત્રણ હજાર બેડની પણ વ્યવસ્થા

ગુજરાત સમાચાર

દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ વચ્ચે અમદાવાદનું સિવિલ તંત્ર સજ્જ થઈ ગયું છે. અમદાવાદ સિવિલમાં 1200 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે.. કોરોના માટે 3 હજાર બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત ઓક્સિજન ટેન્ક અને દવાનો જથ્થો વધારવામાં આવ્યો છે.  સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જશીએ જણાવ્યું કે નાગરિકોએ ધ્યાન રાખવું જોઈએ. ઓમિક્રોન ત્રણ ગણો ઝડપથી વધી રહ્યો છે.. જેથી મેળાવડા અને બિન જરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ.. સાથે જ જણાવ્યું કે લોકડાઉન કોઈ નિરાકરણ નથી. લોકોએ ખુદ સાવચેતી રાખવાની જરૂર છે.
અમદાવાદમાં માં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના વધુ 182 કેસ નોંધાયા છે. 12 દિવસમાં જ કોરોનાના કેસમાં લગભગ 25 ગણો વધારો થયો છે. 12 દિવસ પહેલાં એટલે કે 18 ડિસેમ્બરે માત્ર 14 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 206 દિવસના ગાળા પછી આટલી મોટી સંખ્યામાં કેસ આવ્યા છે. અગાઉ 4 જૂને 176 કેસ નોંધાયા હતા. આમ સોમવારે અમદાવાદમાં 178 કેસની સરખામણીએ મંગળવારે  વઘુ 4 કેસ નોઘાતા આંક 182 પર પહોંચ્યો છે. મંગળવારે નોંધાયા કેસમાં સૌથી વધુ બોડકદેવ, મણિનગર, થલતેજ અને ચાંદલોડિયાના છે.

TejGujarati