અમદાવાદના સીંધુંભવન રોડ પર ચાલી રહ્યો હતો ચરસ ગાંજા નો વેપાર

ગુજરાત સમાચાર

આજ રોજ મેમનગર, ડીનરબેલની ગલીમાં, રૂષીકેશ એપાર્ટમેન્ટ સામે ત્રણ રસ્તા જાહેર રોડ ખાતેથી આરોપીઓ હર્ષ શાહ, અખિલ ભાવસાર, બ્રિજેશ પટેલ,અર્જુન ઝાલા, કૃણાલ પટેલ, મેહુલ રાવલ સહિતના ની 11 લાખ 73 હજારની મત્તા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓની પુછપરછ કરતાંઆ ચરસનો જથ્થો આરોપી મેહુલ રાવલ તથા ક્રુણાલ પટેલ તથા અર્જુનસિંહ ઝાલા તથા બ્રીજેશ પટેલનાઓ રાધનપુર બાજુથી લાવી હર્ષ શાહ તથા અખિલ ભાવસારને આપવા સારૂ લાવેલ હોવાની કબુલાત કરેલ છે. આરોપી હર્ષ શાહ તથા અખિલ ભાવસાર એસ.જી.હાઈવે, સિંધુભવન તથા ગુરૂકુળ વિસ્તારમાં અલગ-અલગ ગ્રાહકોને ચરસનું વેચાણ કરતાં હતાં. જે બાબતેની આરોપીઓની આગળની વધુ પુછપરછ કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે.
ગેરકાયદેસર ચરસના ૫૦૦ ગ્રામ વજન કી.રુ.૫૦,૦૦૦/- ના જથ્થા સાથે મળી આવતાકાયદેસરનીકાર્યવાહીકરી તેઓના કબ્જાની સિયાઝ કાર તથા આઈ-૧૦ કાર તથા રોકડ રકમ રુ.૫૮૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૬ તથા પાનકાર્ડ-૦૧, આઈ.કાર્ડ-૦૧ તથા આર.સી.બુકની નકલ-૦૧ સહીત કુલ્લે રૂ. ૧૧,૭૩,૦૦૦/- નીમત્તાનોમુદ્દામાલતપાસઅર્થેકબ્જેકરીઉપરોક્ત આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

TejGujarati