રિ-સર્વેની મુદ્દત વધું એક વર્ષ સુધી લંબાવવામાં આવી: મહેસુલ પ્રધાન

ગુજરાત સમાચાર

મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજીને અગત્યની જાહેરાત કરી છે, જેમાં તેમને જણાવ્યું હતું કે ખેડૂતોએ સર્વે અને રિ-સર્વે બાબતે ચિંતા કરવાની જરૂર નથી, સરકાર હમેશા તેમની જોડે જ છે. તેમજ અગત્યની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રિ-સર્વેની મુદ્દત વધું એક વર્ષ સુધી લંબાવવામાં આવી છે.
રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મહેસુલ વિભાગની ટીમે ફિલ્ડમાં જઇને સર્વે કર્યો છે, રાજ્યના ગામે ગામ જઇને સભાઓ પણ યોજી હતી. આધુનિક પદ્ધતિથી આ તમામ સર્વે કરવામાં આવ્યા છે. રિ-સર્વેની મુદ્દત વધું એક વર્ષ સુધી લંબાવવામાં આવી છે. 2016થી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેની કામગીરી હજી સુઘી ચાલું છે. 40,000નો લક્ષ્યાંક નક્કિ કરવામાં આવ્યો છે અને રાજ્યમાં 95 લાખ સર્વે નંબર છે જેમાંથી 5,28,000 અરજીમાં વાંધા હતા, જેમાંથી 4,00,000 ઉપરની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે, 2022 સુધીમાં તમામ વાંધા જનક અરજીઓનો નિકાલ કરવામાં આવશે.

TejGujarati