લો કરો વાત.! માત્ર 10રૂપિયા ની લાંચલેતા રાજપીપલા નો કોમ્યુટર ઓપરેટર ઝડપાયો

ગુજરાત સમાચાર

શું ભ્રસ્ટાચાર ગાંડો થયો છે?

એસીબીએ ડિકોય ટ્રેપનું આયોજન કરી
કોમ્યુટર ઓપરેટર ૧૦
રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

આરોપી બીપીએલ કાર્ડ ધરાવતા કાર્ડ ધારકોને બીપીએલ દાખલો કાઢી આપવાના રૂપિયા ૧૦ થી ૧૦૦ માંગતો હતો.

રાજપીપલા , તા.૨9

સરકારી વિભાગોમાંથી
ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું થાય તેમાટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારાઅનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા
છે. પરંતુ હજી પણ લોકો સુધારતાનથી. નીચલા સ્તર પર ભ્રષ્ટાચારનુંપ્રમાણ ઓછું કરવા માટે એસીબીદ્વારા છેલ્લા બે વર્ષથી ડીકોય ટ્રેપ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેનાભાગ રૂપે એસીબીએ નર્મદાજિલ્લાની નાંદોદ તાલુકા પંચાયતની કચેરી ખાતે ડીઆરડીએ શાખામાં કરાર આધારીત કામ કરતા કોમ્યુટર ઓપરેટર પ્રવીણકુમાર તલારનેરૂપિયા ૧૦ની લાંચ લેતા ઝડપીલીધા હતા.

સૌને આશ્ચર્ય થશે રૂપિયા દશની પણ લાંચ લઈ શકાય? તો હા. રાજપીપલામા રૂ10ની લાંચ લેતા આરોપી રંગે હાથે ઝડપાયો એ એનું પ્રમાણ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી બીપીએલ કાર્ડ ધરાવતાકાર્ડ ધારકોને બીપીએલ દાખલો કાઢી
આપવાના અવેજ પેટે રૂપિયા ૧૦થી૧૦૦ સુધી લાંચની રકમની માંગણી કરતો હતો. જેના આધારે એસીબીએ
ડિકોય ટ્રેપનું આયોજન કર્યું હતું.
એસીબી નર્મદા-રાજપીપલાને
આધારભૂત માહિતી મળેલ કે નર્મદાજીલ્લાના નાંદોદ તાલુકા પંચાયત કચેરીમાં બીપીએલ કાર્ડ ધરાવતા
માણસોને બીપીએલ દાખલો વિનામુલ્ય આપવાનો હોય છે. પરંતુ આદાખલો કાઢી આપવાના અવેજ પેટે
રૂપિયા ૧૦ થી ૧૦૦ સુધીની
લાંચની રકમ લેવામાં આવે છે અનેજો લાંચની રકમ ના આપે તોમાણસોને ધક્કા ખવડાવવામાં આવે
છે. જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા તાલુકા પંચાયતની
કચેરી નાંદોદ-રાજપીપલા ખાતે
એસીબી દ્વારા લાંચના ડીકોઈ
છટકાનું આયોજન કરવામાં આવ્યુંહતું. જેમાં ડી.આર.ડી.એ. શાખા
કરાર આધારીત કોમ્યુટર ઓપરેટરઆરોપી પ્રવિણકુમાર તલાર રૂપિયા
૧૦ની લાંચ લેતા એસીબીના
રંગેહાથ ઝડપાઇ ગયો હતો.હાલમાં
એસીબી દ્વારા આ સમગ્ર મામલેકાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ લાંચ પ્રકરણની બીજી હકીકત એ બહાર આવી છે કે

નાંદોદ તાલુકા પંચાયત કચેરીમાં બીપીએલ કાર્ડ ધરાવતામાણસોને બીપીએલ દાખલો વિનામુલ્ય આપવાનો હોય છે. પરંતુ આદાખલો કાઢી આપવાના અવેજ પેટેલાંચ લેવામાં આવતી હતી. જે લાંચની રકમ ન આપે તેને જુદા જુદા બહાના બતાવી ધક્કે ચઢાવતા હતા. આ રેકેટ ઘણા વખતથી ચાલતું હતું. જેનો પરદાફાશ કેટલાક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યો હતો. હવે તાલુકા પંચાયત પ્રમુખ અને ટીડીઓ આ કર્મચારી સામે કડક પગલાં લે અને પોતાની કચેરીમાં ચાલતી ગેરરીતિઓ અંગે લાલ આંખ કરી સ્વચ્છ વહીવટ થાય તેવી આમ જનતાએ માંગ કરી છે.
નર્મદા જિલ્લામા સરકારી કચેરીઓમા હવે નાનાકર્મચારીઓ પણ બેફામ બની ગયા છે. દરેક કામમા પ્રજાને ધક્કે ખવડાવે છે. અને કામની અપેક્ષાએ પૈસા માંગે છે. રૂપિયા ના આપે તો કામ જલ્દી થતાં નથી. સામાન્ય લોકો ના કામો થતાં ન હોઈ જિલ્લા કલેકટર તમામ કચેરીઓના અધિકારીઓને પ્રજાના કામો વિના વિલંબેયુદ્ધના ધોરણે ઝડપી કામો વિના મુલ્યે થાય એવી કડક સૂચના આપે અને પોતે પણ મોનીટરીંગ કરી લાંચ લેતા કર્મીઑ સામે કાર્યવાહી કરે એવી પણ માંગ ઉઠી છે.

રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપળા

TejGujarati