આજના યુવાનો માનવતાની સાથે ભલાઈ પણ કરે છે.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

આજના યુવાનો માનવતાની

સાથે ભલાઈ પણ કરે છે

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. તથા એન.સી.સી. યુનીટ ધ્વારા ઠંડીમાં ઠુંઠવાતા લોકો જે અમદાવાદની જુદી જુદી કન્સ્ટ્રકશન સાઈટ ઉપર મજૂરી કરતા હોય તેવા ૧૦૦થી વધુ ગરીબ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. કોલેજના વિદ્યાર્થીઓએ તથા સ્ટાફે સ્વયંભુ રીતે આર્થીક ભંડોળ ઉભુ કરીને માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે માનવ સેવા એજ માઘવ સેવા છે. આજના યુવાનોમાં કરૂણા, પ્રેમ, શ્રધ્ધા તથા બંધુત્વના ગુણો ખીલે તેવા સંસ્કારનું સિંચન કરવુ જોઈએ. ૨૧મી સદીના હાઇટેક યુગમાં યુવાનો ભલે ઈન્ટરનેટમાં બીઝી હોય પરંતુ તેઓમાં માનવતાની સાથે ભલાઈ કરવાની ભાવના પણ ભરપુર છે. એન.એસ.એસ. તથા એન.સી.સી. યુનીટના કોઓર્ડિનેટર્સ પ્રા.એચ.બી.ચૌધરી તથા પ્રા.મહેન્દ્ર વસાવાએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતુ. કોલેજના વિદ્યાર્થીઓ આ માનવતાના યજ્ઞમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી.

TejGujarati