ગૃપ ગ્રામપંચાયત, ભોરઆમલી
ચુટણી પ્રક્રિયામાં બેદરકારી અને ગેરરિતીની ચૂંટણી અધિકારીને ફરિયાદ, તપાસની કરી માંગ

ગુજરાત સમાચાર

પ્રિસાઇડીંગ ઓફીસરના રિપોર્ટમાં અને ચુંટણી
અધિકારીનાં બન્ને રિપોર્ટમાં અસમાનતાજણાઈ

ફરી મતદાન કરવાની કરી માંગ

રાજપીપલા, તા 27

નર્મદાના ગૃપ ગ્રામપંચાયત, ભોરઆમલીની ચુટણી પ્રક્રિયામાં બેદરકારી અને ગેરરિતીથઈ હોવાની ચૂંટણી અધિકારીસમક્ષ લેખિત ફરિયાદ કરાઈ છે. અને અરજદાર ઉમેદવારે તપાસની માંગ પણ કરી છે. ફરિયાદ મા
પ્રિસાઇડીંગ ઓફીસરના રિપોર્ટમાં અને ચુંટણી
અધિકારીનાં બન્ને રિપોર્ટમાં અસમાનતાજણાઈહોવાનું જણાવ્યું છે.
અરજદાર સુનંદાબેન સુધીરભાઈ કોઠારી
ગૃપ ગ્રામપંચાયત, ભોરઆમલી
હાલ, રહે, મોટીદેવરૂપણ તા.સાગબારાની ફરિયાદ ની વિગત અનુસાર
ગૃપ ગ્રામ પંચાયત ભોરઆમલી માં તા. ૧૯/૧૨/૨૦૨૧ ના રોજ મતદાન કરવામાં
આવેલ. જેમાં પ્રિસાઇડિંગ ઓફિસરનાં રિપોર્ટ મુજબ કુલ-૩ બુથનું કુલ મતદાન-
૧૬૬૨ મતદારોએ મતદાન કરેલ. જેનો પ્રિસાઇડીંગ ઓફિસરનો રીપોર્ટપ ણ સામેલ
રાખ્યો હતો. “ગૃપ ગ્રામ પંચાયત ભોરઆમલી’ મતગણતરી “સરકારી વિનયન કોલેજસાગબારા” ખાતે તા. ૨૧/૧૨/૨૦૨૧ ના રોજ રાખવામાં આવેલ.જેમાં મતગણતરીઅધિકારી તરીકે “ સંજયભાઇ હડિયા અને મદદનિશ ચુંટણી અધિકારી તરીકે
આર.બી નાગુ ફરજ બજાવતા હતા. જેઓએ અમોને મતગણતરી રિપોર્ટ આપેલ.
જેમાં પ્રથમ વખત રિપોર્ટ આપેલ જેમાં ૧૮૬૫ કુલ મતપત્રનો રિપોર્ટ આપેલ.જેમાં અરજદારને બીજા રાઉન્ડમાં ૨૧૪ મતો મળેલાનું દર્શાવેલ છે. જયારે બીજો
રિપોર્ટ ફરીવાર આપતાં જેમાં કુલ મતપત્રો ૧૬૬૫ નો આપેલ. અને અરજદારનાં બીજા રાઉન્ડમાં ૧૪ મતો દર્શાવેલ છે. જે બને રિપોર્ટની નકલ
સામેલ કરી હતી.

આમ ચુંટણી અધિકારીએ પ્રિસાઇડીંગ ઓફીસરના રિપોર્ટમાં અને ચુંટણી
અધિકારીનાં બન્ને રિપોર્ટમાં અસમાનતાજણાઈ આવી હોવાની ફરિયાદ કરી છે. અને અરજદારને મળેલ મતોમાં પણઅસમાનતા હોય લોકસાહી દેશની મહત્વનું અંગ ચુટણી પ્રક્રિયામાં બેદરકારી અને ગેરરિતી બાબતે યોગ્ય તપાસ કરવાજણાવ્યું છે. અને
આ તમામબાબતો ચકાસી ફરી મતદાન કરવામાં આવે એવી માંગ કરતાં આ મતદાન પ્રકિયા ઘોચમા પડી હતી. હવે એ જોવું રહ્યું કે ચૂંટણી અધિકારી આગળ શું નિર્ણય લે છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati