નર્મદા નદીના સાન્નિધ્યમાં ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે “નદી ઉત્સવ” ઉજવણીનો શુભારંભ કરાયો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા નદીના સાન્નિધ્યમાં ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે “નદી ઉત્સવ” ઉજવણીનો શુભારંભ કરાયો

લીલીઝંડી ફરકાવીને મેરેથોન દોડને કરી પ્રસ્થાન : ૨૦૦ વિદ્યાર્થીઓ મેરેથોન દોડમાં બન્યા સહભાગી રાજપીપલા:તા 26

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે દેશની પ્રગતિ અને પ્રકૃત્તિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવ અને આસ્થા સાથે સન્માન થાય એ હેતુથી રાજ્ય સરકારે તા.૨૬ થી ૩૦ ડિસેમ્બર સુધી હાથ ધરાયેલ “નદી ઉત્સવ”ની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા નદીના સાન્નિધ્યમાં ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે નદી ઉત્સવ ઉજવણીના કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, કરજણ ડેમના કાર્યપાલક ઈજનેર એસ. એમ. પટેલે રિબીન કાપી, લીલીઝંડી ફરકાવીને મેરેથોન દોડને પ્રસ્થાન કરાઈ હતી. આ મેરેથોન દોડ ગરૂડેશ્વર મહાદેવ મંદિર ઘાટથી લઈને પોલીસ સ્ટેશન, ગરૂડેશ્વરની જનરલ હોસ્પિટલથી અકતેશ્વર ચોકડી સુધી ત્યાથી પરત મહાદેવ ઘાટ સુધી યોજાયેલી મેરેથોન દોડમાં નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો સંદેશો પૂરો પાડ્યો હતો. આ મેરેથોન દોડમાં તિલકવાડાની કે.એમ.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ, માંગરોળની સાર્વજનિક વિદ્યાલય, નવા રાજુવાડીયા ગામની પ્રતાપ વિદ્યાલય અને ઉતાવળી ગામની મસ્તરામ વિનય વિદ્યામંદિર શાળાના વિદ્યાર્થીઓ સહિત કુલ- ૨૦૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારબાદ ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારતની નદીઓ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, નર્મદાનું મહત્વ, ધાર્મિક સ્થળો વગેરે જેવા વિષયો પર ચિત્ર, વકૃત્વ અને ડીબેટ સ્પર્ધામા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈને નદીઓની મહતા દર્શાવવાની સાથે નર્મદા નદીના ઉદભવ અને વિકાસ અંગેના વિચારો રજુ કર્યો હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેરેથોન દોડમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્રો એનાયત કરાયા હતા. આ પ્રસંગે ગરૂડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રાબેન ભીલ, તાલુકા વિકાસ અધિકારી આર. એન. રાઠવા, ગરૂડેશ્વર બીઆરસી કો-ઓડીનેટરશ્રી દેવેન્દ્રભાઈ જાદવ સહિત સંબધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati