DRDO એ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

ભારત સમાચાર

નવી દિલ્હી: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના PJ-10 પ્રોજેક્ટ અંતર્ગત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું આજે (બુધવારે) સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલનું બીજું પરીક્ષણ છે.

આ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ વિશાળ રેન્જ ધરાવે છે. મિસાઈલને સ્વદેશી બૂસ્ટરની સાથે લૉન્ચ કરાઈ છે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહે આજે (રવિવાર) બ્રહ્મોસ મિસાઈલ યુનિટ અને DRDO લેબનો શિલાન્યાસ કર્યો છે. બન્ને યુનિટ લખનઉના કાનપુર રોડ પર બનાવવામાં આવ્યા છે. શિલાન્યાસ કરતા પહેલા રાજનાથ સિંહે DRDOના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.

TejGujarati