રાજપીપલા ખાતે નર્મદાની 184 ગ્રામ પંચાયતોમાંથી 160 સરપંચોનું નર્મદા જિલ્લા ભાજપ દ્વારા સન્માન કરાયું

ગુજરાત સમાચાર

મહિલા સરપંચની જગ્યાએ પતિ સરપંચની ખુરશી પર બેસી વહીવટ કરશે તો એને ઉઠાડી મુકીશુ

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બાદ હવે ગ્રામ પંચાયતમાં પણ કોંગ્રેસ,બીટીપીનો સફાયો થઈ ગયો છે, નર્મદા જિલ્લાની બન્ને વિધાનસભા ભાજપનીજ હશે.

રાજપીપળાતા 25

 રાજપીપલામાં નર્મદાની 184 ગ્રામ પંચાયતોમાંથી 160 સરપંચોનું નર્મદા જિલ્લા ભાજપ દ્વારા સન્માન સમારંભ યોજાયો હતો.

આજ રોજ ભારતીય જનતા પાર્ટીની સ્વચ્છ અને ઉત્તમ વિચારઘારા ધરાવનાર ભવ્ય વિજય હાંસલ કરનાર ભાજપ પ્રેરિત નવનિયુક્ત સરપંચો તથા તેમની પેનલના સભ્યોનો નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્રારા આયોજિત સરપંચ સન્માન સંમેલન કાર્યક્રમ ટાઉન હોલ રાજપીપલા ખાતે યોજવામાં આવ્યો.હતો આ સરપંચ સન્માન સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વિજેતા સરપંચોને પ્રમાણપત્રો એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌ સરપંચોને અપીલ કરવામાં આવી કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમ વર્ગ માટે અનેક કલ્યાણકારી તથા પ્રજાલક્ષી યોજનાઓ બનાવી છે, તે તમામ આરોગ્યલક્ષી તથા પ્રજાલક્ષી યોજનાઓના લાભો જન-જન સુધી તથા છેવાડાના માનવી સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત આપણું ગામ સ્વચ્છ અને સુંદર ગામ, હરિયાળું ગામ, મોડલ તથા અધ્યતન પ્રકારની સુવિધાવાળું ગામ બને તે માટે અનેક પ્રજાલક્ષી વિકાસના કાર્યો કરવા અપીલ કરવામાં આવીહતી

આ સમારંભમા ભરુચના સાંસદ મનસુખભાઈ વસાવા,છોટાઉદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવા,નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ,હર્ષદ વસાવા,પ્રભારી સતિષભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા, નીલ રાવ, સહકારી આગેવાન સુનિલ પટેલ સહીત મોટી સંખ્યામાં સરપંચો અને કાર્યકરોવગેરે આગેવાનો ની ઉપસ્થિતિમા સરપંચોનું સન્માન કરાયું હતું.

આ સરપંચ સન્માન સમારંભ યોજીને ભાજપે એક કાંકરે અનેક પક્ષીઓ માર્યા હતા.નર્મદાની 184 ગ્રામ પંચાયતોમાંથી 160 સરપંચો ભાજપા પ્રેરિત હોવાનો દાવો કરી 160 સરપંચોનું જાહેર સન્માન કરી દેતા કૉંગેસ અને અન્ય પાર્ટીઓ ઊંઘતી ઝડપાઈ ગઈ હતી.ભાજપે આ સન્માન સમારંભ યોજીને 2022 વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો આરંભ કરી દીધો છે. નર્મદા જિલ્લામાં જિલ્લાના 80 % સરપંચો ભાજપ વિચારધારાના હોવાનો દાવો સાંસદ મનસુખ વસાવાએ કર્યો હતો.

સાંસદ મનસુખ વસાવાએ સરપંચોનું સન્માન કર્યા બાદ જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બાદ હવે ગ્રામ પંચાયતમાં પણ કોંગ્રેસ,બીટીપી નો સફાયો થઈ ગયો છે, નર્મદા જિલ્લાની બન્ને વિધાનસભા ભાજપનીજ હશે.ડેડીયાપાડામાં મહેશ વસાવા અને ઝઘડિયામાં છોટુ વસાવા ધારાસભ્ય નહિ બને એવો જાહેરમાં મનસુખ વસાવાએ રણ ટંકાર કર્યો હતો.

સાંસદ મનસુખભાઈએ સરપંચોને પણ ટકોર કરતાં જણાવ્યું હતું કે ચૂંટાતી મહિલા સરપંચોઘણી વાર રબર સ્ટેમ્પ બની જાય છે કારણ કે સંઘળો વહીવટ એમના પતિદેવો જ કરતાં હોય છે. ત્યારે આ વખતે એમના પતિદેવો ને આડકતરી રીતે ચીમકી આપતાં જણાવ્યું હતું કે જો મહિલા સરપંચની જગ્યાએ એમના પતિદેવો સરપંચની ખુરશી પર બેસી વહીવટ કરશે તો અમે એને ઉઠાડી મુકીશુ.હમણાં અભણ ધારાસભ્યો પણ વહીવટ કરે છે તો મહિલા સરપંચને પણ વહીવટ કરતા શીખવવું જોઈએ.હમણાં ભલે ભાજપની સરકાર છે. પણ ટકાવારી લઈ ને ખાયકી કરતાં વાળા નેતાઓ અને અધિકારીઓથી સાવચેત રહેવા પણ જણાવ્યું હતું

મનસુખ વસાવાએ જણાવ્યું હતું બિટીપીના સૂપડા સાફ થઈ ગયા છે.એ લોકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે.એવા ઘણા તલાટીઓ અને અધિકારીઓ છે જે સરપંચની નબળાઈ જોઈ ખોટા લાભ લઈ લે છે.

રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati