Image representative purpose
ગાંધીનગર: દિવસે અને દિવસે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે સાથે કોરોના નવા સ્ટ્રેઇન ઓમીક્રોનના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી અને રાત્રી કારફ્યુમાં વધારો કરવામાં આવ્યો. ક્રિસમસ અને નવવર્ષની ઉજવણી મોટાભાગે રાત્રી દરમ્યાન થતી હોય છે ત્યારે સરકારના નવા નિર્દેશ પ્રમાણે રાત્રીના ૧૧ વાગ્યા પછી કરફ્યુ લાદી દેવામાં આવશે. ત્યારે ક્રિસમસ ઇવનિંગ અને ન્યુ ઈયર વેલકમ પાર્ટી કરવી શક્ય બનશે નહિ.
રાજ્યમાં COVID-19ના સંક્રમણની બાબતને ધ્યાને લેતાં રાજ્ય સરકાર ના ગૃહ વિભાગ દ્વારા તા.૩૦.૧૧.૨૦૨૧ થી રાજયના ૮ શહેરોમાં રાત્રિ કર્યુ તથા નિયંત્રણો અમલમાં મુકવામાં આવેલ છે. જે નિયંત્રણો તથા ૮ શહેરોમાં રાત્રિ કર્ફયુની અવધિ તા.૧૦.૧૨.૨૦૨૧ તથા તા.૨૦.૧૨.૨૦૨૧ના સમાન ક્રમાંકના હુકમોથી ક્રમશ: તા.૩૧.૧૨.૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે.
રાજયમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતીની પુન: સમીક્ષા કરી તા.૩૦.૧૧.૨૦૨૧ના ઉપરોકત હુકમોથી ૮ શહેરોમાં મુકવામાં આવેલ નિયંત્રણો તેમજ રાત્રિ કર્ફયુના સમયમાં ફેરફાર કરવામાં આવે છે. તા.૨૫.૧૨.૨૦૨૧થી અમદાવાદ શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, વડોદરા શહેર, જૂનાગઢ શહેર, જામનગર શહેર, ભાવનગર શહેર, ગાંધીનગર શહેરોમાં દરરોજ રાત્રિના ૧૧:૦૦થી સવારના ૦૫:૦૦ કલાક સુધી રાત્રિ કર્ફયુ અમલમાં રહેશે.