*દીકરીના લાડનો મીઠો મધ લાડવો “પપ્પા”

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

જેના ઘરમાં દીકરી રૂપી ઘરેણું હોય એને સોના-રૂપા ના કે હીરા ઝવેરાતના બીજા ઘરેણાંની શી જરૂર હોય. આ દીકરીરૂપી મોંઘામૂલી મૂડી ને માવજત કરી સંસ્કારોની મૂર્તિ કંડારવામાં માતા-પિતા કોઈ કસર બાકી નથી રાખતા. *દીકરી એ એટલે દીકરી એની તોલે કોઈ ના આવે* પિતાના લાડ પ્યાર ,સ્નેહ દુલાર ને હેત ભરેલી આંખડી હંમેશા દીકરીને જીવનભર યાદ રહી જાય છે. દીકરીની ઈચ્છાઓ પૂરી કરનાર ,હેતાળ,પ્રેમાળ, લાગણીશીલ પિતા કદાચ કોઈ વાતે મા બોલતી હોય દીકરીને તો એનું ઉપરાણું લઈને મા ને પણ બોલતી બંધ કરી દેનાર પિતાની બે વેળાએ યાદ બહુ આવે છે એક પરણી ને સાસરે જાય ત્યારે અને બીજું પિતા જ્યારે એ દિકરીના જીવનમાંથી અણધારી વિદાય આવી જાય જ્યારે એ *દીકરીના આંસુ એની પાંપણની બધી જ પાળો તોડી ને જેમ દરિયો છલકાઈ જાય તેમ ધડ ધડ અશ્રુની ધાર એની હરણી જેવી કોમલ આંખોમાંથી હિમાલયમાંથી નીકળતી ગંગા,બ્રહ્મપુત્રા ને સિન્ધુના પ્રવાહ કરતા તેજ પ્રવાહથી વહેવા લાગે છે* .ને એ સુંદર આંખડી જાણે *આથમતાં સૂર્યની જેમ લાલચોળ થઈને સંધ્યા ના આંગણે અંધારી રાતને આમંત્રિત કરતી હોય એમ એનો ચમકતો ચહેરો તેજ હીન થઇ જાય છે* .એનું હૈયું અફાટ રણ જેવું સુનું સુનું થઇ જાય છે જ્યાં માત્ર ને માત્ર સુનકાર સિવાય કંઈ જ નજરે ના આવતું હોય,એના રૂડિયામાં મહેકતાં પિતાના પ્રેમના અરમાનોના બગીચાના પુષ્પો મુરજાઇ જાય છે.એ ઘડી દીકરીના દિલમાં હંમેશા કાળા છાયાની જેમ છપાઈ જાય છે.રોજ એ દીકરીને પિતાની યાદ આવે,એ લાડ કોડથી કરેલી કાલીઘેલી વાતો યાદ આવે ને *ઝરમર ઝરમર વરસતાં વરસાદ જેવો મીઠો મધ પ્રેમ ને વ્હાલ બહુ યાદ આવે ત્યારે ફરી પછી એ દિવસની અમાસની અંધારી રાતની પછેડી ઓઢાઈ જ જાય છે.* જે દિવસે પિતા અચાનક છોડી ને જાય ત્યારે *એમના હેતના,પ્રેમના,લાગણીના,વ્હાલના હિંચકામાં રોજ હિલ્લળે ચડી જ જવાય છે,પોતાના બે હાથથી આકાશ તરફ ઉછાળી પાછી ઝીલી લેતાં એ હાથ ને પછી જર હૈયે બાથ ભરી દેતા એ ઘડી કેમ વિસરાય દીકરીને* , માતા માટે ખુબ જ લખાયું છું એમાં મને હમેંશા *કવિ બોટાદકરની એ રચના* મારા હૈયામાં મા ની યાદ લાવી જ દે છે. *મીઠાં મધુ ને મીઠાં મેહુલા રે લોલ* , *એથી મીઠી તે મોરી માત જો* , *જનની ની જોડ સખી નહીં જડે રે લોલ* ,બસ મારા પિતા માટે પણ કાંઈક આવા જ પ્રેમના શબ્દો સરી પડે છે, *દિલ દરિયાથીય વિશાળ,હેત જાણે હેમનો હાર મારા પપ્પા * *કરે ઘૂઘવાટા આખા જગને*પણ ઘેર આવી પ્રેમ કરે મુજને મારા પપ્પા , *ભેદીના શક્યુ કોઈ દિલના મૌનને,સમજી જતાં મુજ મૌન ને મારા પપ્પા , * , *ભીતરના દર્દ ક્યારેય ન કેતા કોઈને * , *મુને દિલ ખોલી અંતર વાત કરે મારા પપ્પા* , *આંખડી તરસે રોજ એમનો દીદાર કરવા* , *હૈયે વસ્યા છો ભગવંત આંખ બંધ કરું ત્યાં સામે હોય મારા પપ્પા.* . *લેખક*- *જયેશ શ્રીમાળી પલિયડ* . *શુકુન*

( *AEI* ) *જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી વડોદરા**

TejGujarati