શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ના મહંત સદગુરુ શારત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ગુજરાતની પ્રજા દ્વારા દિવ્ય શ્રદ્ધાંજલિ….

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

શ્રી સ્વામિનારાયણ મંદિરકુમકુમમણિનગર ના મહંત સદગુરુ શારત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ગુજરાતની પ્રજા દ્વારા દિવ્ય શ્રદ્ધાંજલિ….

  • સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ૧૦૧ વર્ષની ઉંમરે – ૮૦ વર્ષ સુધી સાધુ જીવન જીવીને ભગવાનની મૂર્તિમાં સ્વંતંત્રપણે લીલા સંકેલીને ભગવાનની મૂર્તિમાં લીન થયા.

પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રતિપાદન કરેલા સંતના સર્વ ગુણોથી સંપન્ન અને કચ્છના સંત જીવનપ્રાણ બાપાશ્રીના મનુષ્ય સ્વરુપના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હોય તેવા એકમાત્ર સંત એટલે શ્રી સ્વામિનારાયણ મંદિર -કુમકુમ – મણિનગરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી.

સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી કચ્છમાંથી ૪૦૦ કી.મી. ચાલીને તેમના ગુરુ શ્રી મુકતજીવન સ્વામીબાપા પાસે કડી આવ્યા હતા. સંવત્‌ ૧૯૯૮ માં ફાગણ સુદ ત્રીજના રોજ તેમને શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીની આજ્ઞાથી દીક્ષા આપી હતી. ત્યારે બોલ્યા હતા કે, હવે મારી છાતી ઠરી.આવા કૃપાપાત્ર સંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી છે.તેમને સંતની દીક્ષા ગ્રહણ કરી તેને ૮૦ વર્ષ થયા છે.

અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ અને ગુજરાત સાધુ સમાજના પ્રમુખ તરીકે શ્રી મુકતજીવન સ્વામીબાપાએ સેવા અર્પી ત્યારે તેમની સાથે મંત્રી તરીકે રહીને સાધુ સમાજ દ્વારા સદાચાર સપ્તાહો યોજીને ગુજરાતની જનતામાં પ્રાણ ફૂંકવાની સેવા પણ તેમણે કરી છે.

ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચારને પ્રસારનું કાર્ય કરવામાં માટે સૌ પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાંથી સૌ પ્રથમ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સાથે સંવત્‌ ૧૯૪૮ આફ્રીકા પધારી સેવા અર્પી છે. ભારતમાં ઠેર – ઠેર સંસ્કૃતિના આધાર સ્તંભ સમા મંદિરોના પાયા નાંખવા માટે કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને જમ્યા છે અને ઉઘાડા પગે ધોમધખતા તાપમાં માથે પોટલા ઉપાડીને ઘૂમ્યાં છે અને સત્સંગની અહેલક વગાડી છે,શ્રી મુકતજીવન સ્વામીબાપા અને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સાથે મળીને ૧ર૮ જેટલા સંતો, ૩પ જેટલા મંદિરો,૫૦,૦૦૦ થી વધુ લોકોને સત્સંગીઓ બનાવ્યા છે અને અમેરીકા, યુરોપ, દુબઈ,કેનેડા આદિ દેશોમાં અનેક વખત વિચરણ કર્યું છે અનેક માણસોને વ્યસનમુક્ત કરીને સદાચારીમય જીવન જીવતાં કર્યાં છે.

શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી એ ૧ર૦૦ થી વધુ પેજનો શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખ સાગર ગ્રંથની રચના કરી અને એ ઉપરાંત ૭ જેટલા ગ્રંથોનું સર્જન કર્યું છે. ગુજરાત રાજ્યના અગ્રગણ્ય અખબારોમાં અનેક લેખો લખીને જનસમાજમાં સંસ્કારોનું સિંચન કર્યું છે.

શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ તેમના દીર્ઘાયુ માટે શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે,“ધર્મચિંતન અને સમાજસેવા દ્વારા સ્વામીજી માનવ જીવનના પરિવર્તન માટે સતત પ્રયત્નશીલ રહ્યાં છે,તેમના સત્કાર્યો અને સદ્વિચાર સમાજ માટે સદૈવ પ્રેરણાસ્ત્રોત રહ્યાં છે.”

શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં કુમકુમ મંદિર દ્વારા સદગુરુ સમર્પણ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી દ્વારા લખવામાં આવેલો સાધુતાની મૂર્તિ નામનો ર૧૬ પેજનો વિશાળ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ ગ્રંથમાંથી તેમનું સમગ્ર જીવન જાણી શકાય છે.

આવા,શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ૧૦૧ વર્ષની ઉંમરે તા. ૧૮-૧૨-૨૦૨૧, માગશર સુદ પૂનમ ને શનિવારે બપોરે ૨.૦૦ કલાકે સ્વતંત્રપણે મનુષ્યલીલા સંકેલી મૂર્તિનાં સુખે સુખિયા થયાં છે.તેથી તા. ર૬ – ૧ર – ર૦ર૧ ને રવિવારના રોજ દિવ્ય શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવેલું છે.

:- દિવ્ય શ્રદ્ધાંજલિ સભા :-
શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદગુરુ શારત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ ૧૦૧ વર્ષની ઉંમરે તા. ૧૮-૧૨-૨૦૨૧, માગશર સુદ પૂનમ – શનિવાર ના રોજ સ્વતંત્રપણે મનુષ્યલીલા
સંકેલી મૂર્તિનાં સુખે સુખિયા થયાં છે. તે નિમિત્તે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીના અધ્યક્ષપદે તા. ર૬ – ૧ર – ર૦ર૧ ને રવિવારના રોજ સાંજે ૩ – ૦૦ થી ૬ -૦૦ શ્રી સ્વામિનારાયણ કુમકુમ સેવા કેન્દ્ર – હિરાપુર ખાતે શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવેલ છે. આ પ્રસંગે પધારવા હાર્દિક નિમંત્રણ છે. આ પ્રસંગે અનેક સંપ્રદાયના સંતો – મહંતો -રાજકીય મહાનુભાવો પધારશે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

  • સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
  • મો. ૯૮૯૮૭૬૫૬૪૮
TejGujarati