હરભજન સિંહે વર્ષ 1998માં ડેબ્યૂ કર્યું હતું અને હવે 23 વર્ષે તેણે ક્રિકેટને હંમેશ માટે અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. હરભજન સિંહે માત્ર 17 વર્ષની ઉંમરે ક્રિકેટની શરૂઆત કરી હતી અને આજે તે 41 વર્ષનો છે.
હરભજન સિંહે વર્ષ 1998માં ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે તે જ વર્ષે ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 2006માં સાઉથ આફ્રિકા સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું.
તેણે 2006માં સાઉથ આફ્રિકા સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, વર્ષ 2015 સુધી, તેણે 103 ટેસ્ટ મેચમાં 417 વિકેટ લીધી જ્યારે બે સદીની મદદથી 2235 રન બનાવ્યા. તે જ સમયે, 236 મેચોમાં, તેણે 269 વિકેટ લીધી અને 1237 રન બનાવ્યા. T20ની વાત કરીએ તો અહીં તેના નામે 28 મેચમાં 25 વિકેટ છે. તેની ટી20 કારકિર્દીની શરૂઆત કરી. હરભજન સિંહ ભારત માટે અનિલ કુંબલે અને આર અશ્વિન પછી ત્રીજા સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર છે. હરભજન સિંહ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી પણ રમી ચૂક્યો છે જેમાં તેણે કુલ 150 વિકેટ લીધી છે.
