એચ.એ.કોલેજના વિદ્યાર્થીઓને આર્થીક મદદ કરાઈ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એવા વિદ્યાર્થીઓ જેની આર્થીક પરિસ્થિતી સબળ નથી તેવા વિદ્યાર્થીઓને કોલેજની ફી પરત કરવામાં આવી હતી. અમદાવાદના સ્વ.પૂર્વી દલાલ ટ્રસ્ટ ધ્વારા આર્થીક મદદ કરવામાં આવે છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે કોરોનાકાળ દરમ્યાન ઘણા કુટુંબોની આર્થીક સ્થિતી કથળી ગઈ છે. ઘણા નોકરી ધંધામાં કોઈ બરકત નથી. આજના સમયમાં એવા કેટલાય વિદ્યાર્થીઓ છે કે જે ભણવામાં હોશીયાર છે પરંતુ નાણાભીડને કારણે ઉચ્ચશિક્ષણ મેળવી શકતા નથી. આવા વિદ્યાર્થીઓને જો આર્થીક મદદ મળી જાય તો પોતાનો અભ્યાસ પૂર્ણ કરી કુટુંબને ઉંચુ લાવી શકે છે. કોલેજના લગભગ ૩૫ વિદ્યાર્થીઓને કોલેજની ફી પરત કરી માનવતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યુ હતુ. આ પ્રોસેસ કરવામાં પ્રા.મીનાક્ષી વર્મા તથા પ્રા.અલ્પા પાઘડળે જહેમત ઉઠાવી હતી

TejGujarati