ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટના કેસ 300ના આંકને સ્પર્શવાના છે. તાજેતરના ડેટા અનુસાર, ભારતમાં ઓમિક્રોનના કેસ દેશના 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે. ગુરુવારે, તમિલનાડુમાં 33 નવા કેસ નોંધાયા હતા. આ સાથે, દેશમાં આ પ્રકારથી ચેપના કુલ કેસ 290 પર પહોંચી ગયા છે.
ભારતમા કોરોના વાયરસ નવા વેરિયન્ટને લઈને દેશમાં દિવસેને દિવસે ચિંતા વધી રહી છે. ગુજરાત સહિતનાં રાજ્યોમાં દિવસેને દિવસે ઓમિક્રૉનનાં કેસ વધી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં આ વેરિયન્ટ દેશના કુલ 17 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. ગુરુવારે ચિંતાજનક સમાચાર સામે આવ્યા કે એક સાથે 33 ઓમિક્રૉન વેરિયન્ટનાં કેસ નોંધાયા છે જેથી દેશમાં કુલ કેસનો આંખ 290 પહોંચી ગયો છે.
તમિલનાડુનાં સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે એક સાથે 33 ઓમિક્રૉન વેરિયન્ટનાં નવા કેસ આવતા રાજ્યમાં કુલ સંખ્યા 34 થઈ છે. ચેન્નાઈમાં જ 26 કેસ સામે આવ્યા છે જ્યારએ બીજા 4 જિલ્લાઓમાં પણ આ વેરિયન્ટ ફેલાયો છે. આ સિવાય 104 લોકો એવા છે જે વિદેશથી આવેલા છે. બુધવારે હરિયાણામાં પણ ઓમિક્રૉન વેરિયન્ટે એન્ટ્રી કરી હતી, રાજ્યમાં 6 નવા કેસ નોંધાયા હતા અને બુધવારે જ તેલંગાણામાંમાં 14, કેરળ 9, રાજસ્થાન 9, દિલ્હીમાં 3 અને પશ્ચિમ બંગાળમાં 2 અને આંધ્ર પ્રદેશમાં પણ એક કેસ સામે આવ્યો છે.
દેશમાં ઓમિક્રોનના કુલ 290 દર્દીઓ નોધાયા
મહારાષ્ટ્ર 65, રાજસ્થાન 22, દિલ્હી 57, ગુજરાત 23, ઉત્તર પ્રદેશ 2, જમ્મુ 3, કેરલ 24, કર્ણાટક 19, તેલંગાણા 38, આંઘ્ર પ્રદેશ 1, હરિયાણા 6, ઉત્તરાખંડ 1, ચંદીગઢ 1, પશ્ચિમ બંગાળ 2, તમિલાનાડું 34, ઓડિશા 2, લદ્દાખ 1