અમદાવાદના બોપલ તરફના વિસ્તારમાં આવેલ એસપી રિંગ રોડ પર નિર્માણ ચાલતા બ્રિજનો ભાગ મોડી રાત્રે તૂટી પડ્યો હતો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ

અમદાવાદના બોપલ તરફના વિસ્તારમાં આવેલ એસપી રિંગ રોડ પર નિર્માણ ચાલતા બ્રિજનો ભાગ મોડી રાત્રે તૂટી પડ્યો હતો. સૂચના મળતાની સાથે જ ફાયર અને પોલિસ વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બોપલના શાંતીપુરા પાસે આ ઘટના બની હતી જોકે કોઈ જાનહાની જોવા મળી નહોતી જેથી એક મોટી દુર્ઘટના બનતા અટકી જોવા મળી છે. આ ઘટનાને જોતા બ્રિજના કામકાજ અંગે ઘણા સવાલો ઉભા થયા છે. રણજિત બિલ્ડકોન ને ઓડા દ્વારા આ બ્રિજનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. આ ઘટનાની રોડ અને બિલ્ડીંગ વિભાગ દ્વારા કામકાજની સમીક્ષા કરવામાં આવશે. મોડી રાત્રે ઔડાના અધિકારીઓએ બ્રિજની મુલાકાત લીધી હતી. હવે જોવાનું એ રહ્યું કે આગળ શું કાર્યવાહી થશે ? પણ અહીં એક સવાલ ઉદભવે છે કે જો આ બ્રિજ કાર્યરત હોત તો??? વિચારજો

TejGujarati