ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. યુનીટનો શિબીરાર્થી કુણાલ પ્રજાપતીની દિલ્હી મૂકામે ભારતના પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરીએ યોજાનાર રીપબ્લીક ડે પરેડમાં ભાગ લેવાની પસંદગી થઇ છે. ખુબજ ટફ કોમ્પીટીશનમાંથી પસાર થયા બાદ કુણાલ ૧લી જાન્યુઆરીએ દિલ્હી મુકામે પ્રેક્ટીસ માટે જશે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતુ કે દેશના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં યોજાનાર પરેડ જેમાં ભારતના વડાપ્રધાનની હાજરી હોય છે. આવા સન્માનજનક કાર્યક્રમમાં ભાગ લેવાની પસંદગી થઇ છે જે કોલેજ માટે ગૌરવની વાત છે. કુણાલની પસંદગી થવાથી કોલેજના અન્ય વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળે છે તથા પ્રેરણા પણ મળી છે. કોલેજના એન.એસ.એસ યુનીટના કોઓર્ડીનેટર પ્રા.એચ.બી ચૌધરીની મહેનત તથા માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને સફળતા મળી છે.