માહિતી ખાતા વર્ગ 1-2 ની ભરતી પર સ્ટે, ઇન્ટરવ્યૂમાં પેનલ ગેરરીતિ મુદ્દે કોર્ટે આપ્યો સ્ટે

ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

મંગળવાર, તા. ૨૧
માહિતી ખાતાની ક્લાસ 1 અને 2ની ભરતીની કાર્યવાહી પર ગુજરાત હાઈકોર્ટે 18મી જાન્યુઆરી સુધી સ્ટે આપ્યો છે. ક્લાસ 1 અને 2 હેઠળ 23 ઉમેદવારોની ભરતી ફાઈનલ થઈ ગઈ છે. એ ઉમેદવારોને કોલ લેટર મોકલવાના જ બાકી છે. એ વચ્ચે ઈન્ટર્વ્યુમાં ગરબડ થઈ હોવાની અરજી હાઈકોર્ટમાં થઈ હતી. હાઈકોર્ટે આજે અરજી સાંભળીને 18મી તારીખ સુધી સ્ટે આપી દીધો છે. ક્લાસ-3ની ભરતીને જોકે આ કેસ સાથે કોઈ લેવા દેવા નથી.

TejGujarati