ઓમિક્રોનના ખતરાને ધ્યાને રાખીને 31st સુધી ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય

ગુજરાત સમાચાર


રાત્રી કર્ફ્યૂમાં સરકારે ફરી એકવાર યથાવત્ રાખ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ 50-70ની વચ્ચે છે. તો કોરોનાના આફ્રિકન વેરિયન્ટ ઓમિક્રોનની દહેશત વચ્ચે સરકાર કોઇ છુટ આપવાના મુડમાં નથી. જેના પગલે સરકારે જુના નિયમોમાં કોઇ જ છુટછાટ આપ્યા વગર તમામ નિયમો યથાવત્ત જ રાખ્યા છે. ગુજરાતના 8 મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે. આ ગાઇડલાઇન 31 ડિસેમ્બર સુધી અમલી રહેશે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

અગાઉ ગાઇડલાઇનમાં હોટલ-રેસ્ટોરન્ટ ઉપરાંત દુકાનો બજારો લારી-ગલ્લા માર્કેટ યાર્ડ અને શોપિંગ કોમ્પ્લેક્ષ રાત્રિના 12 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે.

TejGujarati