ગુજરાતી ફિલ્મ ’21મું ટિફિન’ ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થઈ સિલેક્ટ

મનોરંજન સમાચાર

અમદાવાદ: એક સપ્તાહ પૂર્વે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ’21મું ટિફિન’ ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ગોવામાં  સિલેક્ટ કરવામાં આવી છે. તેને દર્શકો તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે.

આ ફિલ્મ ’21મું ટિફિન’માં એક એવી મહિલાની વાત કરવામાં આવી છે કે જે પોતાની ઉંમરની મધ્યાહને પહોંચી છે. તે ટિફિન સર્વિસનું કાર્ય  કરે છે. તેની પુત્રી અંડર ગ્રેજ્યુએટનો અભ્યાસ કરી રહી છે. આ મહિલાને જીવનમાં સતત કઈંક ખૂટતું હોય તેવો અનુભવ થાય છે, જે વ્યવહારમાં દેખાઈ આવે છે. તેની ટિફિન સર્વિસના 21માં ટિફિનના કસ્ટમર તરીકે એક યુવાન છોકરા ધ્રુવની તેના જીવનમાં એન્ટ્રી થાય છે. ધ્રુવને આ મહિલાની રસોઈ ખૂબ ગમે છે. તે તેના વખાણ કરે છે. મહિલાને કઈંક ખૂટતી વસ્તુ મળી હોય તેવું લાગે છે. તેઓ બન્ને એકબીજાના અફેક્શનમાં આવે છે. મહિલાની પુત્રી આ વાત જાણી લે છે. આમ આ ફિલ્મમાં ભાવનાઓનો ઉતાર- ચઢાવ અને સામાજિક તાણા-વાણા થકી રસપ્રદ ડ્રામા ક્રિએટ કરાયો છે.
રામ મોરીના સાહિત્ય અકાદમી એવોર્ડ વિનર પુસ્તક ‘મહોતુ’ની વાર્તાઓમાની એક વાર્તા પર આધારિત આ ફિલ્મ છે. આ ફિલ્મના ડિરેક્ટર વિજયગીરી બાવા અને પ્રોડ્યુસર ટ્વિન્કલ બાવા છે. ફિલ્મમાં લીડ રોલ નીલમ પંચાલે કર્યો છે. તેમની સાથે રોનક કામદાર  તેમજ નૈત્રી ત્રિવેદી  છે.

TejGujarati