ડેડીયાપાડા તાલુકાના બોગસ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારામારીનો બનાવ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :

ડેડીયાપાડા તાલુકાના બોગસ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારામારીનો બનાવ

બીટીપીના કાર્યકર ચૈતર વસાવા દ્વારા હુમલા પ્રકરણમા એકને ગંભીર ઇજા

સાંસદ મનસુખ વસાવા ઘટના સ્થળે પહોંચ્યા

કાર્યકર સામે કાર્યવાહી કરવાની માંગ કરતા ચકચાર

રાજપીપલા, તા 19

આજે નર્મદા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે ડેડીયાપાડા તાલુકાના બોગજ ગામે મારામારીનો બનાવ બનવા પામ્યો હતો.જેમાં બીટીપી ના કાર્યકર ચૈતર વસાવા દ્વારા ચૂંટણી દરમિયાન મારામારીનો બનાવ બનવા પામ્યો હતો. જેને કારણે બે રાજકીય પક્ષના કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા અને મામલો ગરમાયો હતો.

જ્યાં બનાવ બનવા પામ્યો તે તે બોગસ ગામ સાંસદ મનસુખ વસાવાની સાસરરીનું ગામ છે. જ્યાં આ ઘટના બનવા પામી હતી. મારામારીનો બનાવ બનતા સાંસદ મનસુખ વસાવા બોગસ ગામે ઘટનાસ્થળે તરત જ પહોંચી ગયા હતા.અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતોઆ બનાવમાં એક વ્યક્તિ ઘાયલ થઈ હોવાનું જાણવા મળેલ છે જોકે ઘટના સ્થળે પોલીસ પહોચી ગઈ હતી. સાંસદે પોલીસને ઘટનાની જાણ કરી હતી.

આ અંગે સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચૈતર વસાવાને હંમેશા આ પ્રકારના તોફાનો કરવાની ટેવ પડી ગઈ છે. લોકોને રંજાડવાની એને ટેવ પડી ગઈ છે.આ વ્યક્તિ બૈરાઓને હંમેશા આગળ કરે છે. આ બનાવ પછી ચિંતા વ્યક્ત કરવા સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે આ માણસ સાથે હવે શું કરવું તે જ સમજાતું નથી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે પોલીસ તંત્ર પાસે મેં આગ્રહ રાખ્યો છે કે આવા તત્વોને કાયમ માટે ડામી દેવામાં નહીં આવે તો નિર્દોષ લોકો આનો ભોગ બનતા રહેવાના છે.આ બનાવથી તંત્ર હરકતમા આવી ગયું હતું.

રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati