એચ.એ.કોલેજમાં એન.સી.સી. ધ્વારા વિજય દિવસનું સેલીબ્રેશન થયુ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.સી.સી. યુનીટ ધ્વારા વિજય દિવસનું સેલીબ્રેશન કરવામાં આવ્યુ હતુ. ૧૬મી ડિસેમ્બર-૧૯૭૧ના રોજ ભારતે પાકીસ્તાન સામે યુધ્ધમાં ભવ્ય જીત મેળવી હતી. આ યુધ્ધના પરિણામ સ્વરૂપે પાકીસ્તાનના બે ભાગ પાડીને બાંગ્લાદેશની અલગ દેશ તરીકે સ્થાપના થઇ હતી. લગભગ ૯૧૦૦૦ શરણાર્થીઓને ભારતે શરણ આપીને માનવતાનું ઉચ્ચ કક્ષાનું ઉદાહરણ પૂરૂ પાડયુ હતુ. આ વિજય દિવસને ૫૦ વર્ષ પૂર્ણ થતા તેની સ્વર્ણિમ જયંતીનું સેલીબ્રેશન કોલેજમાં થયુ હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આપણા દેશના વિરજવાનોએ બહાદુરીથી યુધ્ધમાં પોતાનું કૌવત બતાવી ભવ્ય જીત મેળવી હતી. જે જવાનો શહીદ થયા હતા તેઓને શ્રંધ્ધાજલી આપી તેઓની વિરગાથા યાદ કરી હતી. ડૉ.વકીલે કહ્યું હતુ કે યુવાનોમાં દેશપ્રેમ જગાડવા તથા ભારતમાતા પ્રત્યેનો અહોભાવ ઉભો થાય તેવા કાર્યક્રમો કરવા જોઈએ. કોલેજના એન.સી.સી.ના કેડેટ્સે પણ વિજય દિવસને યાદ કરીને આનંદ વ્યક્ત કર્યો હતો.

TejGujarati