ભોયણી ગામના એક ખેડુત કેવળભાઇ પટેલ તેમના ખેતરમા કુવો ખોદતી વખતે આજની મલ્લીનાથ તિર્થંકરજીની પ્રતિમા મળીઆવેલ હતી તે જૈન મૂર્તિ હોવાનુ પ્રતિત થતા બાજુના ગામ કુકવાવના જૈન દેરાસરે આમૂર્તિને તેમના દેરાસરે પધરાવવા માગણી કરી હતી.પરંતુ ભોયણી ગામના ક્ષત્રિયોને પાટીદારોએ મળી આ મૂર્તિ પોતાના ગામે જ પ્રસ્થાપિત થાય તેવી લાગણી દર્શાવતા મૂર્તિ ગાડામા મુકીને નકકી કર્યુ કે જયા આ ગાડુ આપમેળે ઉભુ રહે ત્યા જ સ્થાપિતકરવી…આમ આ તિર્થંકરજી આ સ્થાને બિરાજમાન.થયા છે
તે વિક્રમ સંવત ૧૯૩૦હતી.અને આમ વિક્રમ સંવત ૧૯૪૩નેમહા માસની શુકલ દસમે પ્રસ્થાપિત કરવામા આવી હતી.ને આજે ઉભેલા નીચેની તસ્વીરવાળા દેરાસરજીની
રચના થયેલ છે.આખા ગુજરાતમા મલ્લીનાથજીની પ્રતિમા આ એક જ છે તેથી
જૈનોમા આ તિર્થનુ વિશેષ મહત્વ છે.તેમા
ગામનાક્ષત્રિયો,પાટીદાર સહુ કોમનો સાથ સહકાર હતોને આજે પણ છે….કહેવાય છે કે અગાઉના સમયે અહીયા પદ્માવતીનગરી હતી.
આ સંસ્થા આજે મલ્લીનાથ મહારાજ કારખાનાના નામથી ઓળખાય છે.ઘેલડા
ગામ જવાના રસ્તે. પદમાવતી મંદિર પણ આવેલ છે.
મલ્લીનાથ ભગવાન હાલના વય ના ઓગણીસ્મા (૧૯) જૈન તીર્થંકર છે. મલ્લીનાથ ભગવાન એ માત્ર મહિલા તીર્થંકર હતા અને તેમનો જન્મ મીથીલા, બિહારમા થયો હતો. તેમના પિતા નુ નામ રાજા કુંભ અને માતા નુ નામ પ્રભાવતી દેવી હતું. તેમણે ૩૦૦ અન્ય પુરુષો અને સ્ત્રીઓ સાથે માર્ગષીર્ષ મહિનામાં ના તેજસ્વી અડધા અંતિમ દિવસે દીક્ષા લીધી હતી. માલિનાથ ભગવાને અશ્વિની નક્ષત્ર પર કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ મલ્લીનાથ ભગવાન અન્ય ૧૦૦૦ સંતો સાથે ફાગણ મહિનામાં ના તેજસ્વી અડધા ૧૨ દિવસે મુક્તી પ્રાપ્ત કરીહતી અને સમેત શિખર પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ.
મલ્લીનાથ ભગવાન ૫૫,૦૦૦ વર્ષ જીવન જીવ્યા હતા, તપસ્વીઓ તરીકે ૫૪,૯૦૦ વિતાવ્યા હતા. મલ્લીનાથ ભગવાન ની ઊંચાઈ ૭૫ મીટર્સ (ધનુષ – ૨૫) હતી.
તિર્થંકર – શ્રી મલ્લીનાથ ભગવાન
પિતા – રાજા કુંભ
માતા – રાણી પ્રભાવતી દેવી
જન્મ સ્થાન – મીથીલા, બિહાર
નિર્વાણ સ્થળ – સમેત શીખરજી
જીવન અવધી – ૫૪,૦૦૦ વર્ષ
ઉચાઈ – ૭૫ મીટર્સ
ગુજરાતનું આ પ્રાચીન તીર્થ પૂર્વે “પદ્માવતી નગર” તરીકે જાણીતું હતું. સદીઓ પૂર્વે આ સ્થળે કેટલાંક જૈન મંદિરો બન્યા હતાં, એવું અહીં કરવામાં આવેલ ખોદકામ દરમ્યાન મળી આવેલી તૂટેલી અને ખંડેર પ્રતિમાઓ પરથી જાણી શકાય છે. પુરાતન અવશેષો આ સ્થળની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે.