Amazon.inએ 10 લાખ સેલર્સનું સીમાચિહ્ન પાર કર્યું, હવે 1 લાખ લોકલ ઓફલાઇન સ્ટોર્સ દ્વારા લોકલ શોપ્સ ઓન એમેઝોન પ્રોગ્રામ ઉપર વેચાણ

બિઝનેસ

 

 એમેઝોન સાથે ઓનલાઇન આવતાં સેલર્સની સંખ્યામાં ઝડપી વૃદ્ધિ – જાન્યુઆરી 2020થી 4.5 લાખથી વધુ સેલર્સ Amazon.in ઉપર જોડાયા, જેમાં એક લાખથી વધુ લોકલ ઓફલાઇન નેબરહૂડ સ્ટોર્સ સામેલ

 Amazon.in વર્ષ 2013માં 100 સેલર્સથી આજે 10 લાખથી વધુ સેલર્સ સુધી વિસ્તર્યું છે – લાખો એસએમબી, વણકરો, કારીગરો, મહિલા ઉદ્યોગ સાહસિકો, લોકલ નેબરહૂડ સ્ટોર્સ, સ્ટાર્ટ-અપ્સ આજે તેમની કરોડો પ્રોડક્ટ્સ ગ્રાહકો સમક્ષ રજૂ કરી રહ્યાં છે

 વધુમાં એમેઝોનના આસિસ્ટેડ શોપિંગ પ્રોગ્રામ વર્ષ 2021 સુધીમાં 1 લાખ ઇઝી સ્ટોરની સંખ્યાને પાર કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે

બેંગાલુરુ, 15 ડિસેમ્બર, 2021: એમેઝોન ઇન્ડિયાએ આજે જાહેર કર્યું છે કે હવે સમગ્ર ભારતમાંથી 10 લાખથી વધુ સેલર્સ Amazon.in ઉપર વેચાણ કરી રહ્યાં છે. કંપનીએ ભારતમાં વર્ષ 2013માં 100 સેલર્સ સાથે તેની કામગીરીની શરૂઆત કરી હતી અને આજે સમગ્ર ભારતમાં સેલર્સ માટે પસંદગીનું ઓનલાઇન ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે Amazon.in ઉપર 90 ટકાથી વધુ સેલર્સ સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસિસ (એસએમબી) છે અને માર્કેટપ્લેસ ઉપર આ સેલર્સમાંથી અડધા ટિયર 2 અને ટિયર 3 શહેરોના છે. જાન્યુઆરી 2020થી 4.5 લાખથી વધુ નવા સેલર્સ Amazon.in સાથે જોડાયા છે અને આ નવા સેલર્સમાં એક લાખથી વધુ લોકલ ઓફલાઇન રિટેઇલર્સ અને નેબરહૂડ સેલર્સ છે કે જેઓ લોકલ શોપ્સ ઓન એમેઝોન પ્રોગ્રામ દ્વારા એમેઝોન માર્કેટપ્લેસ ઉપર ઓનબોર્ડ થયાં છે.

ભારતમાં કામગીરીની શરૂઆતથી એમેઝોન ઇ-કોમર્સ અપનાવવા માટે એસએમબીને સહયોગ કરવા માટે જરૂરી ઇકોસિસ્ટમ અને માળખાકીય સુવિધા તૈયાર કરવા ઉપર કેન્દ્રિત રહ્યું છે. ચાઇ કાર્ટ્સ અને તત્કાલ વેનથી લઇને ભારતના વિવિધ શહેરોમાં એસએમબી હબ સાથે સેલર ફ્લેક્સ અને ઇઝી શીપ જેવાં ભારતમાં એમેઝોન એ પ્રથમ ઇનોવેશન લોંચ કરીને ઇ-કોમર્સ વિશે જાગૃતિમાં વધારો કરાયો છે, જેથી વણકરો માટે કારીગર, મહિલા ઉદ્યોગ સાહસિકો માટે સહેલી તથા ઉભરતાં ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર બ્રાન્ડ્સ માટે લોંચપેડ જેવા સેલર કેન્દ્રિત પ્રોગ્રામ તૈયાર કરીને એમેઝોન ટીમ સમગ્ર ભારતના આ સ્મોલ બિઝનેસિસને સક્ષમ કરવા માટે કેન્દ્રિત રહી છે, જેથી તેઓ ઇ-કોમર્સ દ્વારા દેશ અને વિશ્વમાં ગ્રાહકો સુધીની તેમની પહોંચ વિસ્તારી શકે.

એમેઝોન સમગ્ર ભારતમાં લોકલ નેબરહૂડ સ્ટોર્સના વિશાળ નેટવર્કને સાંકળીને લોકલ શોપ્સ ઓફ એમેઝોન (ઓનલાઇન સેલિંગ માટે) એમેઝોન ઇઝી (આસિસ્ટેડ શોપિંગ માટે), આઇ હેવ સ્પેસ (લાસ્ટ માઇલ ડિલિવરી) વગેરે જેવા કેન્દ્રિત પ્રોગ્રામ દ્વારા તેમની કામગીરીમાં ઇ-કોમર્સ એકીકૃત કરી રહ્યું છે. આ કેન્દ્રિત પ્રોગ્રામને ઝડપથી અપનાવવામાં આવ્યાં છે.

લોકલ શોપ્સ ઓન એમેઝોનઃ એપ્રિલ 2020માં લોંચ કરાયેલા લોકલ શોપ્સ ઓન એમેઝોન ઓફલાઇન રિટેલર્સ અને નેબરહૂડ સ્ટોર્સને ઇ-કોમર્સના લાભો પ્રદાન કરે છે. આનાથી તેમના સ્ટોર્સ ઉપર ગ્રાહકોના આગમન ઉપરાંત Amazon.in ઉપર તેમની ડિજિટલ ઉપસ્થિતિથી તેમને મદદ મળે છે તેમજ સામાન્ય કેચમેન્ટ ઉપરાંત તેમની પહોંચ વિસ્તારવામાં મદદ કરે છે. ગ્રાહકોને આ પ્રોગ્રામ તેમના પરિચિત અને પસંદગીના લોકલ સ્ટોર્સમાંથી ઓનલાઇન શોપિંગની સલામતી અને અનુકૂળતા આપે છે. આ પ્રોગ્રામને દેશભરમાં ઝડપથી અપનાવવામાં આવ્યો છે તેમજ તેના લોંચ બાદ 20 ગણી વૃદ્ધિ સાથે છેલ્લાં આઠ મહિનાઓમાં પ્રોગ્રામ ઉપર સેલર્સની કુલ સંખ્યામાં બમણો વધારો થયો છે. પ્રોગ્રામને ભારતના 450 શહેરોમાં વિસ્તારવામાં આવ્યો છે, જેમાં ટોચના મેટ્રો તથા સાંગલી, ઓસ્માનાબાદ, જામનગર, ગોરખપુર, જબલપુર, રતલામ, બિકાનેર, ગુવાહાટી, હાવડા, તુમકુર, જલપાઇગુડી, અર્નાકુલમ, કાંચીપુરમ્, પટના, રાજકોટ, આગ્રા અને દેહરાદૂન જેવાં ટિયર 2 અને 3 શહેરો સામેલ છે. એમેઝોનને વર્ષ 2025 સુધાં 10 લાખ લોકલ સ્ટોર્સ Amazon.in ઉપર ઓનબોર્ડ કરવાની કટીબદ્ધતા વ્યક્ત કરી છે.

એમેઝોન ઇઝીઃ વર્ષ 2015માં લોંચ કરાયેલા એમેઝોન ઇઝી નવા એમેઝોન ગ્રાહકોને સહયોગી ખરીદીનો અનુભવ આપે છે, વિશેષ કરીને નાના નગરો અને શહેરોમાં તેમજ તે આ લોકલ સ્ટોર્સ માટે વધારાની આવક સક્ષમ બનાવે છે.ગ્રાહકો સ્ટોરમાં આવીને સ્ટોરના કર્મચારીઓના માર્ગદર્શન સાથે Amazon.in ઉપર ઓર્ડર કરી શકે છે ત્યારબાદ સ્ટોર ઉપરથી ઓર્ડર પીક કરી અથવા તેની ઘરઆંગણે ડિલિવરી મેળવી શકે છે. વર્ષ 2021ના અંત સુધીમાં એમેઝોન ઇઝી સ્ટોર્સની સંખ્યા 1 લાખ થવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. સુધારેલું એમેઝોન ઇઝી સ્ટોર ફોર્મેટને તાજેતરમાં લોંચ કરાયું છે, જે ટચ એન્ડ ફ્રી પ્રોડક્ટ એક્સપિરિયન્સ ઓફર કરવાની સાથે સિંગલ ટચ પોઇન્ટ દ્વારા વિવિધ એમેઝોન સેવાઓને એકીકૃત કરે છે. સ્ટોરનું સુધારેલું ફોર્મેટ ટૂંક સમયમાં દેશના બીજા હિસ્સાઓમાં વિસ્તારવામાં આવશે.

આઇ હેવ સ્પેસઃ આઇ હેવ સ્પેસ (આઇએચએસ) પ્રોગ્રામને વર્ષ 2015માં લોંચ કરવા સાથે એમેઝોને દેશભરમાં ઘણાં નેબરહૂડ સ્ટોર્સની ઉદ્યોગ સાહસિકતાની સંભાવનાઓને સશક્ત કરીને તેને અનલોક કરી છે. આ પ્રોગ્રામ હેઠળ એમેઝોન લોકલ બિઝનેસ માલીકોને તેમના સ્ટોરના 2થી4 કિલોમીટરના વિસ્તારમાં તેમના ગ્રાહકોને પ્રોડક્ટ ડિલિવર કરવામાં મદદ કરે છે, જેનાથી તેઓ વેચાણમાં વધારો કરી શકે છે તેમજ સ્ટોર્સ ઉપર વધુ ગ્રાહકોને આકર્ષી શકે છે. આ લગભગ 28,000 માઇક્રો બિઝનેસિસ અને રિટેઇલ આઉટલેટ્સનું નેટવર્ક છે, જે ભારતમાં 420થી વધુ શહેરોમાં ફેલાયેલું છે.

એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ મનિશ તિવારીએ જણાવ્યું હતું કે, “દેશભરમાં લોકલ ઓફલાઇન રિટેલર્સ અને નેબરહૂડ સ્ટોર્સ સહિત સ્મોલ લોકલ બિઝનેસિસ દ્વારા ઇ-કોમર્સ અપનાવવામાં એમેઝોનની ભૂમિકા તથા ઓનલાઇન વેચાણ, લાસ્ટ માઇલ ડિલિવરી, આસિસ્ટેડ શોપિંગ વગેરે દ્વારા તેમના બિઝનેસની વૃદ્ધિ માટે એમેઝોનમાં વિશ્વાસ મૂકી રહ્યાં હોવાનું જોતાં ખૂબજ ખુશી થાય છે. Amazon.in સાથે જોડાતા સેલર્સની સંખ્યામાં ઝડપી વૃદ્ધિ ભારતીય બિઝનેસિસના ઉદ્યોગ સાહસિકતા અભુતપૂર્વ જુસ્સા તેમજ મહામારીને કારણે તાજેતરમાં સર્જાયેલા પડકારોમાં તેમના બિઝનેસમાં ઇ-કોમર્સની ચાવીરૂપ ભૂમિકાને પ્રદર્શિત કરે છે. અમે દરેક દુકાન સહિત 10 મિલિયન એસએમબીને ડિજિટાઇઝ કરવાની અમારી કટીબદ્ધતાને સાકાર કરવા માટે કાર્યરત રહીશું. અમારું મક્કમપણે માનવું છે કે એમેઝોન ભારતની 1 ટ્રિલિયન ડિજિટલ ઇકોનોમીની મહાત્વાકાંક્ષાને બળ આપવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે.”

વર્ષ 2014થી સેલર-કેન્દ્રિત ભારતીય ઇનોવેશન અંગે ટૂંકી નોંધ

ઇઝી શીપ વર્ષ 2014માં લોંચ કરાયેલા ઇઝી શીપ દેશભરના સેલર્સને તેમની પ્રોડક્ટ્સ સીધા ગ્રાહકોને શીપ કરવા એમેઝોનના ડિલિવરી નેટવર્કનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે. આ પ્રોગ્રામ હજારો શહેરો અને નગરોના લાખો સેલર્સને તેમની પ્રોડક્ટ્સ દેશભરમાં એમેઝોન ગ્રાહકો સુધી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનું શક્ય બનાવે છે.

ચાઇ કાર્ટઃ એમેઝોને વર્ષ 2015માં ચાઇ કાર્ટ્ નામનું જાગૃતિ કેમ્પેઇન લોંચ કર્યું હતું, જેમાં ફોર-વ્હીલકર મોબાઇલ કાર્ટ્સ ટોચના શહેરોના જિલ્લાઓમાં ફરીને એસએમબીને ચા, પાણી અને લેમન જ્યુસ પ્રદાન કરવાની સાથે-સાથે સેલર્સને ઇ-કોમર્સના લાભો અંગે શિક્ષિત કરે છે.

સેલર એપઃ એમેઝોને વર્ષ 2015માં સેલર એપ લોંચ કરી હતી, જેથી મોબાઇલ ઉપકરણ દ્વારા સરળતાથી રજીસ્ટ્રેશન, ઓર્ડર નોટિફિકેશન, ઓર્ડર ડિટેઇલિંગ, શિપમેન્ટ કન્ફર્મેશન અને ઓર્ડર પૂર્ણ કર્યાના નોટિફિકેશન સક્ષમ બને છે. Amazon.in ઉપર 50 ટકાથી વધુ સેલર્સ હાલમાં તેમના બિઝનેસના સંચાલન માટે સેલર એપનો ઉપયોગ કરે છે.

તત્કાલઃ એમેઝોન તત્કાલ વર્ષ 2016માં લોંચ કરાયું હતું, જે એસએમબીને 60 મીનીટમાં ઓનલાઇન થવા માટે વન-સ્ટોપ-શોપ છે અને તેઓ Amazon.in ઉપર વેચાણ કરી શકે છે. આ પ્રોગ્રામના ભાગરૂપે વિશેષ પ્રકારે ડિઝાઇન કરાયેલી સ્ટુડિયો-ઓન-વ્હીલ્સ નામની તત્કાલ વેન શહેરમાં ફરીને એસએમબીને રજીસ્ટ્રેશન, ઇમેજિંગ અને કેટલોગિંગ સેવાઓ તેમજ મૂળભૂત સેલર ટ્રેનિંગ કાર્યપદ્ધતિ સહિતની સેવાઓ આપે છે.

સેલર ફ્લેક્સઃ દેશભરમાં હજારો એમેઝોન સેલર ફ્લેક્સ સાઇટ્સ છે. તે ઇન્ડિયા-ફર્સ્ટ ઇનોવેશન છે, જેના ભાગરૂપે સેલર્સ તેમની જગ્યાનો ઉપયોગ સ્ટોક ઇન્વેન્ટરી માટે કરી શકે છે તેમજ ગ્રાહકોને ઓર્ડર્સ ડિલિવર કરવા અમારી લોજીસ્ટિક્સ સેવાઓનો ઉપયોગ કરી શકે છે. તે સેલર્સને એફબીએ જેવી જ સર્વિસિસનો લાભ લેવા તેમજ ગ્રાહકોને ઝડપી અને અનુકૂળ સેવા પ્રદાન કરવામાં ઉપયોગી બને છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

TejGujarati