નર્મદા પોલીસ દ્વારા જીતનગર ખાતે સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે યોગા અને મેડિટેશન માટેના સેમિનારનું આયોજન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

નર્મદા પોલીસ દ્વારા જીતનગર ખાતે સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે યોગા અને મેડિટેશન માટેના સેમિનારનું આયોજન

146 જેટલા પોલીસ અધિકારી,કર્મચારીઓએ ભાગ લીધો

રાજપીપલા, તા 14

પોલીસ કર્મીની કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય કે બંદોબસ્ત કરવાનો હોય કે પ્રજા સુરક્ષાની જવાબદારી હોય પોલીસ કર્મીઓ ને 24કલાક સતત ખડેપગે સેવા બજાવવાની હોય છે. ત્યારે સતત તણાવ વચ્ચે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે
નર્મદા પોલીસ દ્વારા જીતનગર ખાતે સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે યોગા અને મેડિટેશન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસના કર્મચારીઓ સ્ટ્રેસ ફ્રી રહે તે માટે પોલીસ હેડ કવાટર (જીતનગર) રાજપીપલા, નર્મદા ખાતે હાર્ટફુલનેસ સંસ્થા સાથે મળીને સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે યોગા અને મેડિટેશન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં 146 જેટલા અધિકારી કર્મચારીઓએ ભાગ લીધો હતો. જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું હતું કે આ સેમિનાર મા જોડાવાથી સ્ટ્રેસ દૂર થશે અને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવાથી વધુ સારી રીતે ફરજ બજાવી શકશે. આવા સેમિનારો અવાર નવાર થવા જોઈએ

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati