રાજપીપલા પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયસંકુલની મુલાકાત લેતા કેન્દ્રીય વિદેશ મંત્રી ડો. એસ જયશંકર

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રાજપીપલા પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય
સંકુલની મુલાકાત લેતા કેન્દ્રીય વિદેશ મંત્રી ડો. એસ જયશંકર

વડાપ્રધાનનું મિશન ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયાને આપણે સફળ બનાવવું છે.

મને રમત ગમતમા રસ છે એટલે હું સંસ્થાની મુલાકાતે આવ્યો છું- વિદેશમંત્રી

રાજપીપળાની વ્યાયામ કોલેજના વિદ્યાર્થીઓ સાથે વિદેશમંત્રીએ સાધ્યો પરિસંવાદ

રાજપીપલા,તા 13

આઝાદીના અમૃત મહોત્સવની
ઉજવણીના ભાગ રૂપે ભારતનાવિદેશ મંત્રી અને એસ્પિરેશનલડીસ્ટ્રીકટ નર્મદાના કેન્દ્રીય પ્રભારીકેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર બે દિવસની નર્મદા જિલ્લાની મુલાકાતેપધાર્યા છે.પ્રથમ દિવસે કેવડિયા, ગોરાની મુલાકાત લીધા બાદબીજે દિવસે રમત ગમતના સારા ખેલાડીઓ અને વ્યાયામ શિક્ષકો તૈયાર કરતી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશન કોલેજની વિદેશ મંત્રીએ ખાસ મુલાકાત લીધી હતી.
તેમણે રાજપીપલાની અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા સંકુલની મુલાકાત દરમિયાન સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ ગ્રાઉન્ડ, જીમ્નાસ્ટીક હોલની મુલાકાત લીધી હતી.

ત્યાર બાદ વિદ્યાર્થીઓ સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ પ્રસંગે ભરુચના સાંસદ
મનસુખભાઈ વસાવા,
નર્મદા કલેકટર ડી.એ.શાહ, પોલીસ અધિક્ષક હિમકર સિંહ, રાજપીપળા નગર
પાલિકા પ્રમુખ કુલદીપસિંહ
ગોહિલ,નોંધારાનો આધાર પ્રોજેક્ટના સદસ્યો દીપક જગતાપ, કૌશલ કાપડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલ હોલમાં વિદેશમઁત્રીએ વ્યાયામના વિદ્યાર્થીઓ સાથે સીધો પરિસંવાદ કર્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ રમત ગમતઅંગેની સુવિધાઓ, પ્રશિક્ષણ અંગે તેમજ તેમને પડતી મુશ્કેલીઓ અંગે પ્રશ્નોત્તરી કરી હતી.અને વિદેશમંત્રી એસ જયશંકરે પ્રશ્નોના સંતોષ કારક જવાબ આપી વિદ્યાર્થીઓની રમત ગમતની કારકિર્દીને ઉત્તમ બનાવવા અનુરોધ કરી તેમની વ્યાયામ પ્રવૃત્તિને બિરદાવી હતી.

વિદેશમંત્રીએ મીડિયાને જણાવ્યું હતું કે આ કોલેજવિશે મેં ઘણું સાંભળ્યું હતું. તેથી મને પોતાનેઆ સંસ્થાની મુલાકાત લેવાની ઈચ્છા હતી. મને પોતાને પણ રમત ગમત પ્રત્યે વધારે રસ છે. તેથી સંસ્થાની મુલાકાત લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈનું એક મિશન એ છે કે યુવાઓ રમત ગમત પ્રત્યે જાગૃત બને. એ માટે ખેલો ઇન્ડિયા એક મહત્વનું પ્રોત્સાહક પરિબળ છે.યુવાનોમાં રમતગમત પ્રત્યેરસ રુચિ હવે જરૂરી છેતેનાથી સ્વાસ્થ્ય પણ સારુ રહે છે એમ જણાવી ફિટ ઇન્ડિયાનો સંકલ્પ દોહરાવ્યો હતો.આ સંસ્થાના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને મળીને મને ઘણો આનંદ થયો છે. તેમણે જિમ્નાસ્ટિક હોલમાં નાના બાળકોનેપ્રેક્ટિસ કરતા જોઈને હું પ્રભાવિત થયો હતો. આ ખેલાડીઓ નેશનલ લેવલ સુધી જાય છે એનો મને આનંદ થયો છે.મારા મનમાં એક આશાજાગી છે કે આવી સંસ્થાઓને આગળ આવવી જોઈએએમ જણાવ્યું હતું.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati